Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

રાજસ્થાનમાં ભાજપ-કોંગ્રેસ બન્નેની સુચક ખામોશી : તોફાન પૂર્વેની શાંતિ?

કોઇ ખુલીને નિવેદન આપતુ નથી : કોંગ્રેસ નેતાઓનું માનવુ છે કે રાજસ્થાન સરકાર મુશ્કેલીમાં છે જો કે પાયલોટ વિરૂધ્ધ કઇ બોલવા તૈયાર નથી : ગેહલોત સરકારને પછાડવા ભાજપની નજર પણ દિલ્હીમાં બેઠેલા નેતાઓ કઇ બોલવા તૈયાર નથી : એક તરફ પાયલોટ મોટી સંખ્યામાં ધારાસભ્યોનો સાથ લઇને સત્તા પલ્ટે તેવી પણ વાત

નવી દિલ્હી તા. ૫ : રાજસ્થાનના સતા સંગ્રામને હજુ વીસેક દિવસથી વધુ થયા હશે. ત્યાં જ રાજકીય માહોલમાં ભારે ખામોશી છવાઇ ગઇ છે. રાજસ્થાનના સતાધારી દળ કોંગ્રેસ હોય કે પછી વિપક્ષી ભાજપ કે બાગી સચિન પાયલોટ ખેમા હોય, દરેકના ચહેરા પર ખામોશી જોવા મળી રહી છે. તેમની આ ચુપકીદી કોઇ મોટા રાજકીય તોફાન તફર ઇશારો કરે છે.

સતત કેટલાક રાજયોમાં સરકાર ગુમાવ્યા પછી હવે કોંગ્રેસ રાજસ્થાનમાં ભારે સંઘર્ષ કરી રહી છે. કોંગ્રેસના આલોકમાનએ નેતાઓને સરકાર બચાવવાની જવાબદારી તો સોંપી દીધી પણ પોતે આ મામલે અંતર રાખી રહ્યા છે. આ રીતે ભાજપની નજર રાજસ્થાનમાં ગેહલોત સરકારને પછાડી પોતાની સરકાર બનાવા તરફ મંડાઇ છે. જો કે દિલ્હીમાં બેઠેલા રાષ્ટ્રીય નેતા આ વિષય પર કઇ બોલવાની ઉતાવળ કરવાનું ટાળી રહ્યા છે.

બીજી બાજુ બગાવત પર ઉતરેલા સચીન પાયલોટ ખેમાએ પણ ચુપકીદી સેવી લઇ દીલ્હી એનસીઆરની હોટલમાં શાંતિથી બેસી ગયા છે.

દરેક મોકા પર બેબાકળી ભાજપને ઘેરી લેવાવાળા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજસ્થાનને લઇ ફકત બે વખત જ ટીપ્પણી કરી છે. એ સીવાય તેમણે મુખ્યમંત્રી અશોક ગેહલોત કે બાગી સચીન પાયલોટને લઇને કઇ પણ નિવેદન આપ્યુ નથી. આ રીતે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનું નિવેદન પણ નથી આવ્યુ. જો કે કોંગ્રેસના વરીષ્ઠ નેતા અને રાજય સભામાં નેતા પ્રતિપ્રજ્ઞ ગુલામ નબી આઝાદ, લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી સહીતના સીડબલ્યુસીના અન્ય સદસ્યોએ કોઇ પ્રતિક્રિયા આપી નથી.

કેટલાક દિવસ પહેલા સુધી વરીષ્ઠ નેતા અહમદ પટેલ અને પી. ચિદમ્બરમે પાયલોટ સાથે વાતચીત કર્યાની વાતો બહાર આવી હતી. પરંતુ ખુલીતે તેઓ કશુ નથી બોલ્યા.

કોંગ્રેસ સુત્રોના જણાવ્યા અનુસાર રાજસ્થાનને લઇને મુખ્યમંત્રી ગેહલોત ખુલીને નિવેદન આપી રહ્યા છે. જયારે ચિત્ર એવુ સામે છે કે સર્વત્ર ચુપકીદી સેવાઇ ગઇ છે.

કોંગ્રેસના નેતાઓનું માનવુ છે કે રાજસ્થાનમાં સરકાર ખુબ મુશ્કેલીમાં છે. ધારાસભ્યોની સંખ્યા વચ્ચે ખુબ ઓછુ અંતર છે. એવામાં કોંગ્રેસના મોટા નેતા પહેલા સરકારના પક્ષમાં અંક ગણિત પાકુ કરવા માંગે છે. પાયલોટની વિરૂધ નિવેદનબાજી નહી કરીને તેમને પાર્ટીમાં આવવાનો મોકો આપી રહ્યા છે.

જો કે અશોક ગેહલોત, અવિનાશ પાંડે, રણદીપ સુરજેવાલા, અજય માકન, કપિલ સિબ્બલે સામે નિવેદન આપેલ છે.

તો વળી પડદા પાછળ અહેમદ પટેલ, કે. સી. વેણુગોપાનલ, પી. ચિદમ્બરમ, મુકુલ વાસનીક, રાજીવ સાતવ હોવાનું કહેવાય છે.

બાગી સચિનની સાથે કોંગ્રેસના ૧૯ અને ૩ નિર્દલીય ધારાસભ્યો છે. તે હાલ કોંગ્રેસમાં રહીને અશોક ગેહલોતનો વારસો સંભાળી રહ્યા છે. ત્યાં સુધી કે પાર્ટી વિરૂધ તેઓએ કોઇ નિવેદન આપેલ નથી. સાથે ભાજપમાં જવા ઇન્કાર કરી દીધો છે. બીજી બાજુ ગેહલોત અને તેમના સમર્થક મંત્રીઓએ પાયલોટ પર કેટલાય આરોપ લગાવ્યા છે. પણ પાયલોટે કોઇ પ્રતિક્રિયા આપી નથી. આરોપોનો જવાબ ન દેવો એ પણ એક રણનીતિ માનવામાં આવી રહી છે.

પાયલોટના ભવિષ્ય પર નજર ટકી છે. કોંગ્રેસ વિરોધ નિવેદન કરીને તેમણે બધા જ વિકલ્પો ખુલ્લા કરી નાખ્યા છે. કોંગ્રેસમાં સામેલ બસપા ધારાસભ્યોના મામલે કોર્ટમાં સરકારને રાહત મળી તો પાયલોટને પાર્ટી સાથે જવાની રણનીતિ પર આગળ વધુ પડશે. એવામાં પાર્ટીને મત આપીને ધારાસભ્યોએ સભ્યપદ બચાવી રાખવુ પડશે. કેટલાક મહીનાઓમાં  પાયલોટ મોટી સંખ્યામાં ધારાસભ્યોનો સાથ લઇને સતા પરિવર્તન આશાનીથી કરી શકે છે.

ભાજપએ એમપીની જેમ રાજસ્થાનમાં સંકટ માટે કોંગ્રેસના અંદરો અંદરના ઝઘડાઓને કારણરૂપ બતાવ્યા છે. આજ કારણ છે કે મધ્યપ્રદેશમાં જેમ શિવરાજસિંહ ચૌહાણને કરવામાં આવ્યા હતા. તેમ જ રાજસ્થાનમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતને પાટીએ ખાશા મુખર કરી દીધા છે. રાજસ્થાનમાં ઇડી આયકર અને સીબીઆની રેડ લગાતાર પાડવામાં આવી. જયારે સંગઠન અને કેન્દ્ર સરકારના સ્તર પર રાજસ્થાનને લઇને ચુપકીદી સેવાઇ છે. ત્યાં સુધી કે મુખ્યમંત્રી ગેહલોતે ગૃહ મંત્રી અમિત શાહ સાથે મંત્રી પિયુષ ગોયલ અને ધમેન્દ્ર પ્રધાન પર સીધી રીતે સરકાર ઉથલાવવાના કારસાનો આરોપ હતો. પરંતુ પક્ષે કોઇપણ રાષ્ટ્રીય નેતાને આના પર પ્રતિક્રિયા ન આપી.

સુત્રોના જણાવ્યા મુજબ રાજસ્થાનને લઇને ભાજપ અધ્યક્ષ જે. પી. નડાને કેટલાક બેઠકો બોલાવી છે. પણ સાર્વજનિક રીતે કોઇ કહ્યુ નથી. પડદા પાછળ રાજયપાલ પાસેથી પણ સતત રીપોર્ટ માંગવામાં આવી રહ્યાછે. પાર્ટી રાષ્ટ્રપતિ શાસનને એક વિકલ્પના રૂપમાં જોઇ રહી છે. જો કે પાર્ટીના નેતાઓનું માનવુ છે કે સરકાર સંકટમાં જરૂર છે પણ ભાજપા સરકાર બનાવવાની કોઇ સ્થિતીમાં નથી.

(12:57 pm IST)