Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

નવા જમ્મુ કાશ્મીરને એક વર્ષ પુર્ણઃ કેન્દ્રએ વહાવી વિકાસની ગંગાઃ ૩૦,૦૦૦ને નાગરિકત્વઃ ૧૦,૦૦૦ને નોકરી

બીજા રાજયોના નાગરિકોને કાશ્મીરનું ડોમિસાઇલ મળવાનું ચાલુ થઇ ગયુ છે

નવી દિલ્હી તા.પ : દરભંગાના મુળ નિવાસી નવીનકુમાર ચૌધરીએ કયારેય સ્વપ્નમાં પણ નહી વિચાયુ હોય કે તેને કાશ્મીરમાં વસવાનો અધિકાર મળી શકે. ગયા અઠવાડીયે ચૌધરી ભારતીય પ્રશાસનીક સેવાના એવા પહેલા અધિકાર બન્યા, જેને કાશ્મીરનું કોમીસાઇલ પ્રાપ્ત થયુ તે ૧૯૯૪થી આ રાજયમાં વિભીન્ન  પદો પર કામ કરી રહયા હતા.

પ ઓગષ્ટ ર૦૧૯ના બંધારણની કલમ ૩૭૦ હટાવ્યા પછી બીજા રાજયોના નાગરિકોને કાશ્મીરનું ડોમિસાઇલ મળવાનું ચાલુ થઇ ગયુ છે. આ દરમિયાન, પશ્ચિમ પાકિસ્તાનથી આવેલા ર૦,૦૦૦ હિંદુ પરિવારોને કાશ્મીરમાં વસાવવામાં આવ્યા અને  દરેક પરિવારને સાડા પાંચ લાખ રૂપિયાની સહાયતા પણ અપાઇ.

૧૦,૦૦૦ સફાઇ કર્મચારીઓને પણ કાશ્મીરની નાગરિકતા મળી જેનાથી તેમને ૭૦ વર્ષો પછી હવે શિક્ષણ અને રોજગારની તક મળશે. આ દરમિયાન ૧૭૦ કાયદાઓ રાજયમાં લાગુ કરાયા તેમાસુચનાનો અધિકાર, શિક્ષણનો અધિકાર, રાષ્ટ્રીય લઘુમતી પંચ, સીનીયર સીટીઝન, વિકલાંગો, મહિલાઓ અને બાળકો માટે બનાવાયેલ ખાસ કાયદાઓ સામેલ છે. આ ઉપરાંત રાજયના ૧૬૪ કાયદાઓ રદ કરવામાં આવ્યા, જયારે ૧૩૮ કાયદાઓમાં ફેરફાર કરાયા.

સરકારે ૧ વર્ષ દરમિયાન ૧૦,૦૦૦ લોકોને સરકારી નોકરી આપી અને થોડા સમયમાં રપ હજાર નવી નોકરીઓ અપાશે. જેમાં ડોકટર, પશુ ચિકિત્સક, પંચાયતના અધિકારીઓ ઉપરાંત ચોથા વર્ગની જગ્યાઓ સામેલ છે. જમ્મુ કાશમીરમાં રહેતા ૪૪ હજાર કાશ્મીરી પ્રવાસી પરિવારો માટે ૬૦૦૦ જગ્યાઓ અનામત રખાઇ. જેમાંથી ૪૦૦૦ની ભર્તી થઇ ચુકી છે. જમ્મુમાં રહેતા ૧૦૦૦ પ્રવાસી પરિવારોને મહિને ૧૩૦૦૦ રૂપિયાની સહાય પણ આપવામાં આવે છે.

(12:56 pm IST)