Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

કોરોના કાળમાં ઘરમાં રહીને ગરોળી ભગાડીને કંટાળ્યા છો? તો અજમાવો આ ઉપાય

ગરોળી અને વંદાના ત્રાસથી પરેશાન છો ? હા રહ્યા ઘરગથ્થુ ઉપાય

  હાલ કોરોના સમયમાં આપણે ઘર વધુ રહીએ છીએ. અને ઓફિસ અને બજારથી ભાગદોડ પહેલા કરતા ઓછી થઇ ગઇ છે. પણ તે ઘરમાં રહેતી અનેક મહિલાઓને ગરોળીના ડરના કારણે અનેક મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે. અનેક વાર મહિલાઓ વંદા કે ગરોળીને દેખીને તેમના મોંમાંથી ચીસ નીકળી જાય છે. વળી ચોમાસાના સમયે નાના જીવડાંનો આંતક વધવાની સાથે જ ગરોળી પણ વધુ નજરે પડે છે. જે કેટલાક લોકો માટે સૌથી વધુ ચીતરી ચડાવે તેવી વસ્તુ છે. તો જો તમ પણ કોરોના સમયમાં ગરોળી અને વંદાના ત્રાસથી પરેશાન છો તો અમે તમને આજે કેટલાક ઘરગથ્થુ ઉપાય બતાવી રહ્યા છીએ. જે તમારી આ સમસ્યામાંથી તમને રાહત આપશે.

 તમને નવાઇ લાગશે પણ ગરોળીને અને વંદા જેવા જીવ-જંતુઓને લસણની તીખી ગંધ નથી ગમતી. માટે તમે ઘરમાં જે જગ્યાએ ગરોળી દેખાતી હોય ત્યાં લસણની કળી ફોલી તેની એક દોરીમાં સોળની મદદથી લગાવી ઝુમખાં જેવું બનાવીને ઘરમાં લટકાવી શકો છો જેથી ગરોળી ત્યાં આવતી બંધ થશે

ગરોળીથી છૂટકારો મેળવવા તંબાકુ અને કોફી પાવડરને મિકસ કરી નાની નાની ગોળીઓ બનાવી ઘરના વિવિધ ખૂણામાં લગાડી દો. આ મિશ્રણથી પણ ગરોળી અને નાના જીવજંતુ ભાગી જશે.

 લસણની જેમ જ ગરોળીને ડુંગળીની ગંધ નથી ગમતી. તેમ ડુંગળીનું તેલ બજારથી લાવી દરવાજાના ખૂણા પાસે લગાવી શકો છો. આ સિવાય નેફ્થલિન બોલ્સની ગંધથી પણ કીડા-મકોડા અને ગરોળીઓ દૂર ભાગે છે. તેને વોશરૂમ, રસોડાની કબાટોના ખૂણામાં રાખો. તેની ગંધથી કીડા- મકોડા અને ગરોળી દૂર ભાગશે.

(11:20 am IST)