Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

પોષણયુકત જ આહાર લો અને તમારી રોગપ્રતિકાત્મક શકિત વધારો

પોષ્ટીક અને સંતુલિત આહાર લેવો : ઠંડા, ભારે કે તળેલા પદાર્થનો ઉપયોગ બંધ કરો

રાજકોટ તા. ૫ : અનેક ઉર્જાઓથી બનેલા શરીરને સ્વસ્થ રાખવા માટે વ્યકિતની આહારશૈલી મહત્વની ભુમિકા ભજવતી હોય છે. પરંતુ બદલાતા સમયની સાથે મનુષ્યની આહારની શૈલીમાં દ્યણાં બદલાવ આવ્યા છે. દેશી ખોરાકની સાથે જંક ફુડની એન્ટ્રીએ માણસના શરીરમાં વિવિધ રોગોની એન્ટ્રીના દરવાજા ખોલી આપ્યા છે. જયારે કોરોના વાયરસે સૃષ્ટિને અસંતુલિત કરી ત્યારે દરેક વ્યકિતને સમજ પડી રહી છે કે રોગ પ્રતિકારક શકિત વધારવા માટે ખોરાક અને જીવનમાં સંતુલન જાળવવું જરૂરી છે.

મનુષ્યને જન્મથી જ પ્રકૃતિદત્ત્। ઓછા વધતા અંશે રોગ પ્રતિકારક શકિત પ્રાપ્ત થયેલી જ હોય છે. પરંતુ સમયની સાથે પોષણયુકત આહાર થકી રોગ પ્રતિકારક શકિતમાં વધારો કરવો પણ જરૂરી છે. વર્તમાન સમયમાં કોવીડ-૧૯ને હરાવવા માટે કુદરતી રોગપ્રતિકારક ક્ષમતા જ આપણી ઢાલ છે. ત્યારે શરીરને રોગમુકત અને તંદુરસ્ત રાખવા માટે આ મુજબની કાળજી મદદરૂપ થઈ શકે છે. 

આયુર્વેદની દ્રષ્ટિએ દરેક રોગનું મુળ પેટની સમસ્યા સાથે જોડાયેલું હોય છે. આથી દરેક વ્યકિતએ આહારમાં સુપાચ્ય, પૌષ્ટિક તથા સંતુલિત માપસર આહાર લેવો જોઈએ. ઠંડા અને ફ્રીઝમાં સાચવેલા ખોરાકનો ઉપયોગ ટાળીને ગરમ ખોરાકને પ્રાધાન્ય આપવું. આહારમાં આદુ, કોથમીર, ફુદીનો, હળદર, અજમો, તજ જેવા પદાર્થોનો ઉપયોગ કરવો. નરણા કોઠે ઉકાળેલું સુંઠવાળું ગરમ ગરમ પાણી અથવા આદુના રસનું સેવન કરવું. ગરમ પાણીમાં હળદર, સિંધવ, સુંઠ, મરી, અજમો આદિનો ઉકાળો બનાવીને કોગળા કરવા સહિતની કાળજી શરીરને સ્વસ્થ રાખે છે.

આ ઉપરાંત કોરોના પોઝીટીવ થયેલ લોકોએ ખોરાક પર વિશેષ ધ્યાન આપતા મગ, મગની દાળ, મગનું પાણી, મગની ફોતરાવાળી ખીચડી, મગનું શાક વદ્યારીને લેવું જોઈએ. ચોખાની કણકીની પાણીમાં બનાવેલી દ્યેંસ ભોજનમાં લઈ શકે છે. પરવળ, કારેલા, કંકોડા, દુધી, ગલકા, સરગવો વગેરેને બાફીને ક્રશ કરીને જીરુ, મરી, હિંગ, સિંધાલૂણ નાખીને વદ્યારીને સુપ તરીકે લઈ શકાય છે. તેમજ પોઝીટીવ કેસમાં પંચકોલ ચૂર્ણની રાબ પણ સ્વાસ્થ્ય માટે ઉત્ત્।મ છે.

 ઘણી વાર શું ખાવું એના કરતાં શું ન ખાવું તેની ખબર હોય તો મનુષ્ય શરીરને લગતી અનેક સમસ્યાઓથી બચી શકાય છે. જેમ કે કોરોનાની સારવાર દરમિયાન દહીં, દુધ તથા તમામ ખટાશ, અથાણા વગેરેનો ભોજનમાં ઉપયોગ ટાળવો. મેંદાની બનાવટવાળી વસ્તુઓ ન ખાવી. આથાવાળી વસ્તુ બને ત્યાં સુદ્યી ન લેવી. દુધની બનાવટ, મીઠા પદાર્થ, ભારે પદાર્થ અને તળેલા પદાર્થનો ઉપયોગ બંધ કરવો. આમ ઉપર્યુંકત તમામ બાબતોનું પાલન કરીને આપણે આપણા સ્વાસ્થયને તંદુરસ્ત બનાવીએ.

(11:18 am IST)