Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

ચીનની સૌથી લોકપ્રિય બે એપ ઉપર ભારતમાં રોક

બાઈડુ-વાઈબોને ભારતે બ્લોક કરી

નવી દિલ્હી, તા. : હવે ભારતે ચીનમાં લોકપ્રિય એવી બે એપ બાઈડુ અને વાઈબોને ભારતમાં બ્લોક કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે , બાયડૂ ચીનનુ પોતાનુ સર્ચ એન્જિન છે. જે ગૂગલની જેમ કામ કરે છે.જ્યારે વાઈબોને ચીનનુ ટ્વિટર તરીકે ઓળખવામાં આવે છે.સરકારની જાહેરાત બાદ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી ભારતમાં બે એપ હટાવી દેવામાં આવશે.ચીનની સીના કોર્પોરેશને ૨૦૦૯ની સાલમાં વાઈબોને લોન્ચ કરી હતી.તેના ૫૦ કરોડ યુઝર્સ છે.જે પૈકીના એક પીએમ મોદી પણ છે.તેમણે ૨૦૧૫માં ચીનના પ્રવાસ પહેલા એપ પર પોતાનુ એકાઉન્ટ બનાવ્યુ હતુ.જ્યારે બાઈડૂની વાત રકવામાં આવે તો તે ભારતમાં પોતાની પકડ મજબૂત કરવાની કોશિશ કરી રહ્યુ હતુ.તેના ફેસઈમોજી કિ બોર્ડ ભારતમાં લોકપ્રિય છે.

સૂત્રોનું કહેવુ છે કે, સરકારે એપ પ્લે સ્ટોર પરથી હટાવવાનો આદેશ આપી દીધો છે.ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરને પણ એપ બ્લોક કરવાના આદેશ અપાયા છે. પહેલા સરકાર ૫૮ ચાઈનિઝ એપ પર પ્રતિબંધ મુકી ચુકી છે.જ્યારે વાઈબો અને બાઈડુ તાજેતરમાં સરકારે જે બીજી ૪૭ એપ પર બેન મુક્યો હતો તેમાં સામેલ છે.

(8:40 am IST)