Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

રાજસ્થાનમાં હોર્સ ટ્રેડિંગ મુદ્દે રાજદ્રોહની કલમને હટાવાઈ

રાજસ્થાનમાં રાજકીય નાટક વણથંભ્યું : કેટલાક નારાજ સભ્યો પાર્ટીમાં શરત સાથે પાછા આવવા તૈયાર, એસઓજીની નોટિસ સામે પાયલટે વાંધો ઊઠાવ્યો

જયપુર, તા. : રાજસ્થાનના રાજકીય ડ્રામામાં નવો વળાંક આવ્યો છે. સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (ર્જીંય્) ધારાસભ્યોના હોર્સ ટ્રેડીંગનો કેસ એન્ટી કરપ્શન બ્યૂરોને ટ્રાન્સફર કરી દીધો છે. તેમાં રાજદ્રોહની કલમ પણ હટાવી લેવામાં આવી છે. સચિન પાયલટ અને તેમના જૂથના ધારાસભ્યોને ર્જીંય્એ રાજદ્રોહની કલમ અંતર્ગત નોટિસ આપી હતી. પાયલટે તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. પાયલટ જૂથને જે નોટિસ મોકલામાં આવી હતી તેમાં IPC ૧૨૪છ અને ૧૨૦મ્નો ઉલ્લેખ હતો. કલમ ૧૨૪છ દેશદ્રોહ સાથે સંકળાયેલી છે. કોઇ પણ નાગરિક સરકાર વિરોધી વાત કરે અથવા લખે અથવા રાષ્ટ્રીય પ્રતીકોનું અપમાન કરી બંધારણને નીચે દેખાડવાનો પ્રયત્ન કરે તો તેની સામે કલમ અંતર્ગત કેસ દાખલ થાય છે.

         આ મામલામાં દોષી સાબિત થવા પર વર્ષથી ઉંમરકેદ સુધીની સજા થઇ શકે છે. રિપોર્ટ અનુસાર સચિન પાયલટ જૂથના અમુક ધારાસભ્યોએ કોંગ્રેસ હાઇકમાન્ડને મેસેજ મોકલ્યો છે કે તેઓ પાર્ટીથી બહાર જવા નથી માંગતા પરંતુ પ્રદેશમાં મુખ્યમંત્રીનો ચહેરો બદલવો જોઇએ. તેમણે હાઇકમાન્ડ સમક્ષ માંગણી કરી છે કે મુખ્યમંત્રી માટે ગેહલોત અને પાયલટ સિવાય કોઇ ત્રીજા વિકલ્પ પર વિચાર કરવામા આવે તો તેઓ રાજી છે. હાઇકોર્ટે રાજ્યપાલને પદ પરથી હટાવવાની અરજીને મંગળવારે ફગાવી દીધી હતી. વકીલ શાંતનુ પરીકે અરજી દાખલ કરી હતી. તેમણે વિધાનસભાનું સત્ર બોલાવવાના કારણે રાજ્યપાલને હટાવવાની માંગ કરી હતી. રાજ્યપાલ ૧૪ ઓગસ્ટે સત્રને મંજૂરી આપી ચૂક્યા છે. તેથી કોર્ટે પરીકની અરજીને અર્થવિહિન કહીને ફગાવી દીધી હતી. હાઇકોર્ટમાં હવે બે અરજીઓ પર સુનાવણી થશે.પહેલી સુનાવણી ગેહલોત અને પાયલટ જૂથના ધારાસભ્યોના પગાર અને ભથ્થાને રોકવા અંગેની છે.

         અરજદાર વિવેકસિંહ જાદૌનના જણાવ્યા પ્રમાણે રાજ્યની નાણાકીય સ્થિતિ બરોબર નથી અને ધારાસભ્યો તેમના વિસ્તારમાં જવાની જગ્યાએ હોટલમાં રોકાયા છે. બીજી સુનાવણી પાયલટ જૂથના સ્ન્છ ભંવરલાલ શર્માની છે. તેમણે ધારાસભ્યોની હોર્સ ટ્રેડિંગ મામલામાં SOGની FIR રદ્દ કરવા માટે પિટીશન કરી હતી.

(12:00 am IST)