Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

ઇકવીટી બજારમાં કરંટ : કિંમતીધાતુમાં સામસામા રાહ : સોનામાં દબાણ :ચાંદીમાં સુધારો યથાવત

 

નવી દિલ્હીઃ ભારતીય સોના-ચાંદી બજારમાં વિશ્વ અને સ્થાનિક સ્તરે ઇક્વિટી બજારોમાં તેજીના લીધે સુસ્ત હતી. દિલ્હીના બજારમાં સોનું પ્રતિ દસ ગ્રામે 147 રૂપિયા ઘટીને 53,850 થયુ હતુ, તેની સામે ચાંદી 132 રૂપિયા વધીને 65,880 થઈ હતી.અમદાવાદમાં પણ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામે ઘટીને વધીને 54,070 થયો હતો.

સોનાના ભાવ 2019થી સતત વધતા રહ્યા છે. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કરવા અંગેની ઓછી ચિંતાએ સોનાના ભાવને વેગ આપ્યો છે.અમદાવાદમાં પણ તેના પગલે સોનાના ભાવમાં વૃદ્ધિને ટ્રેન્ડ જોવા મળ્યો છે. તેમા પણ કેન્દ્ર દ્વારા જોખમ ટાળવાના લેવાયેલા પગલાના લીધે રોકાણકારો પણ ઇક્વિટીમાં મોટાપાયે વેચાણ કરીને સોનું ખરીદી રહ્યા છે.

કોમેક્સ પર ત્રીજી ઓગસ્ટના રોજ સ્થિર ભાવે સોનું બંધ આવ્યા પછી પ્રતિ ઔંસ 1,990 ડોલરના ભાવે સોદા થઈ રહ્યા છે. હાજર સોનાનો ભાવ પ્રતિ ઔંસ 1,977 ડોલર છે. સ્થાનિક બજારમાં એમસીએક્સ પર સોનાના ઓક્ટોબર કોન્ટ્રાક્ટનો ભાવ પ્રતિ દસ ગ્રામે 54,199ને આંબી ગયો છે.

(8:39 am IST)