Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

સમાજ જીવનથી અળગા પડી જતા લોકોનું આરોગ્ય વહેલું કથળે છે : કેટલાય દિવસો સુધી કોઈના ફોન ન આવે ,કોઈ મળવા ન આવે તેવી એકલતા માણસને કોરી ખાય છે : અમેરિકાના પૂર્વ સર્જન જનરલ ભારતીય મૂળના ડો.વિવેક મુરથીના પુસ્તક ' ટુગેધર ' માં વર્ણવાયેલો જાત અનુભવ તથા દર્દીના અનુભવોનો નિચોડ

વોશિંગટન : અમેરિકામાં બરાક  ઓબામાના વહીવટી તંત્રમાં દેશના સર્જન જનરલ તરીકે ફરજ બજાવી ચૂકેલા ભારતીય મૂળના ડો.વિવેક મુર્થીએ ' ટુગેધર ' નામક પુસ્તક લખ્યું છે.એપ્રિલ મહિનામાં પ્રસિદ્ધ થયેલા આ પુસ્તકમાં તેમણે શરમને કારણે અથવા અન્ય સ્ટુડન્ટ્સ બોલાવતા ન હોવાથી વેઠેલી એકલતાની પીડાનું વર્ણન કર્યું છે.અન્ય સ્ટુડન્ટ્સ કરતા  જુદી કોમ્યુનિટીમાંથી આવતા બાળકો આવી એકલતાનો ભોગ બનતા હોય છે.જે અનુભવ બાળપણમાં અભ્યાસ દરમિયાન તેઓ પણ કરી ચુક્યા હતા.
તેમણે પુસ્તકમાં વર્ણવ્યા મુજબ ઘણા લોકો  એવા હોય છે જેમની ખબર કાઢવા કોઈ આવતું નથી અથવા ફોન પણ આવતા નથી તેથી તેઓ પોતાની જાતને સમાજ જીવનથી અછૂત ગણવા લાગે છે.અને એકલતાનો ભોગ બને છે.જે બાબત તેમના આરોગ્ય માટે હાનિકારક પુરવાર થાય છે.
તેમણે પોતાનો સર્જન જનરલ તરીકેનો અનુભવ અને સત્તાફેર થવાથી આ હોદ્દા ઉપરથી દૂર થવાનો અનુભવ પણ વર્ણવ્યો છે.જે મુજબ હોદ્દા ઉપર હતા ત્યારે માત્ર કામમાં જ ધ્યાન આપ્યું હતું તેથી સામાજિક સંપર્ક જાળવી શક્યા નહોતા પરિણામે હોદ્દા ઉપરથી દૂર થયા બાદ એકલતા મહેસુસ કરતા હતા.

આમ તેઓએ પોતાના પુસ્તકમાં સમાજ જીવનને મહત્વનું ગણાવ્યું છે.

(8:25 pm IST)