Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

અમેરિકામાં આવેલા હિન્દૂ મંદિરોમાં રામમંદિર ભુમીપુજન પ્રસંગે દિવા પ્રગટાવાશે : પૂજા અર્ચના કરાશે : ભુમીપુજન પ્રસંગની ડિજિટલ તસવીરો સાથેનો ટ્રક કેપિટલ હિલ ફરતે ચક્કર લગાવશે : સમગ્ર દેશમાં વસતા હિંદુઓ જશ્ન મનાવશે : ' જયશ્રી રામ ' ના નારા સાથે મીઠા મોઢા કરશે

વોશિંગટન : આવતીકાલ 5 ઓગસ્ટના રોજ ભારતના અયોધ્યામાં રામમંદિર ભુમીપુજન પ્રસંગની ઉજવણી અમેરિકામાં વસતા હિંદુઓ પણ કરશે . સમગ્ર દેશમાં આવેલા હિન્દૂ મંદિરોમાં દિવા પ્રગટાવાશે  તથા ભુમીપુજન પ્રસંગની ડિજિટલ તસવીરો સાથેનો ટ્રક કેપિટલ હિલ ફરતે ચક્કર લગાવશે
          જુદા જુદા શહેરોમાં હિન્દૂ શ્રદ્ધાળુઓ ભુમીપુજન પ્રસંગનો જશ્ન મનાવવા તૈયારી કરી રહ્યા છે.તેમજ ઘેરબેઠા પણ આ દિવસે પૂજા અર્ચના કરશે  અને દીવો પ્રગટાવશે તથા જયશ્રી રામ ' ના નારા સાથે મીઠા મોઢા કરશે તેવી સૂચના અપાઈ ગઈ છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:02 pm IST)