Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

ટીક-ટોક માટે અમેરિકામાંથી ઉચાળા ભરવાની આખરી તારીખ 15 સપ્ટેમ્બર : દોઢ મહિનામાં વેચાઈ નહીં જાય તો અમેરિકાથી બહાર જવાનો રસ્તો બતાવી દેવાશે : પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ ચાઈનીઝ એપ ટીક-ટોક ને ચેતવણી આપતા  જણાવ્યું છે કે જો 15 સપ્ટેમ્બર સુધીમાં ટિકિટોકનું વેચાણ નહીં થાય તો ચીનની આ એપને અમેરિકાથી બહાર જવાનો રસ્તો બતાવવામાં આવશે.
ટિકટોકે માઇક્રોસોફ્ટ અથવા કોઈ અન્ય કંપની સાથે પોતાનો સોદો પૂર્ણ કરવો પડશે. જો આવું ન થાય તો, અમેરિકામાં પણ આ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
જેના અનુસંધાને માઇક્રોસોફ્ટે જણાવ્યું હતું કે  અમારી વાતચીત ચાલી રહી છે, ટૂંક સમયમાં પોઝિટિવ રિઝલ્ટ આવશે
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પએ પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ શબ્દોમાં ઉપરોક્ત ચેતવણી આપી દીધી છે.

(6:01 pm IST)