Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

મંદીની સ્થિતી ગંભીર : બહાર નિકળવામાં હજુ બે વર્ષ લાગશે

નિર્ણયોને અમલી કરવાની બાબત ઉપયોગી રહેશે : દેશની આર્થિક સ્થિતી પર આરબીઆઇના ભૂતપૂર્વ ગવર્નર બિમલજાલન દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી : હેવાલ

નવી દિલ્હી,તા. ૫ : દેશની અર્થવ્યવસ્થામાં નજરે પડી રહેલી મંદીની સ્થિતી ગંભીર છે અને વિકાસનો દર ફરી રફ્તાર પકડે તેમાં બે વર્ષનો સમય લાગી શકે છે. દેશની આર્થિક સ્થિતી પર આ ચિંતા આરબીઆઇના પૂર્વ ગવર્નર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. દેશની આર્થિક સ્થિતી પર આ ચિંતા ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર બિમલ જાલન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જાલાને કહ્યુ કે કે સરકાર કેટલાક સુધારાની જાહેરાત કરી ચુકી છે. જાલાનનુ આ નિવેદન એવા સમય પર આવ્યુ છે જ્યારે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ  અને એશિયન વિકાસ બેંકદ્વારા ભારતના વિકાસ દરના અંદાજને ઘટાડી રહ્યા છે.

              જાલાને કહ્યુ છે કે વર્ષ ૧૯૯૧ની તુલનામાં હજુ ભારતની સ્થિતી વધારે મજબુત છે. મોંઘવારી હાલમાં કાબુમાં છે. સાથે સાથે આરબીઆઇની સ્થિતી પણ ખુબ મજબુત છે. હાલના મહિનામાં રોકાણ ન મેળવી લેવાના પ્રશ્ન પર તેમણે કહ્યુ હતુ કે વર્ષ ૧૯૯૧ની તુલનામાં સ્થિતી હજુ ખુબ મજબુત દેખાઇ રહી છે. જેથી સરકાર દ્વારા કરવામાં આવી રહેલા નિર્ણયોને અસરકારક રીતે અમલી કરવામાં આવી શકે છે. નિર્ણયો લાગુ કરવાની બાબત ખુબ ઉપયોગી સાબિત થઇ શકે છે.

            હાલના દિવસોમાં બિમલ જાલન ઉપરાંત અનેક આર્થિક નિષ્ણાંતો દેશની વિકાસ ગતિને લઇને વાત કરી ચુક્યા છે. જો કે સરકાર છેલ્લા કેટલાક વર્ષોથી ખુબ કઠોર નિર્ણયો સાથે આગળ વધી રહી છે. આ સંબંધમાં સરકાર મક્ક્મ બનેલી છે. હાલમાં સુરક્ષા પાસા પર વધારે કઠોર નિર્ણય કરવામાં આવી રહ્યા છે. બિમલ જાલને કહ્યુ છે કે સરકારે હાલના વર્ષોમાં પોલીસી નિર્ણય કઠોર કર્યો છે. હવે આ નિર્ણયોને અસરકારકરીતે અમલી કરવાની જરૂર દેખાઇ રહી છે. આ મુદ્દે અર્થશાસ્ત્રીઓ એકમત દેખાઇ રહ્યાછે.

(7:08 pm IST)