Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

કાશ્મીર : કલમ ૩૭૦ દૂર થયા બાદ અસંખ્ય ફાયદા

બહારના લોકો પ્રદેશમાં સંપતિ ખરીદી શકશે : સામાન્ય લોકોને બેવડી નાગરિકતાની જરૂર રહેશે નહીં

નવી દિલ્હી,તા. ૫: જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને દુર કરવાનો ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યા બાદ હવે આના અનેક ફાયદા થનાર છે.  કલમને દુર કરવા માટે લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી હતી. સાથે સાથે રાજ્યમાં કેટલાક લોકો આનો વિરોધ પણ કરી રહ્યા હતા. વિતેલા વર્ષોમાં રાજકીય પક્ષોએ પોતાના હિતોને ધ્યાનમાં લઇને ક્યારેય આને લઇને મોટા નિર્ણય કરવાની હિમ્મત કરી ન હતી. આજે મોદી સરકારે તેમની બીજી અવધિના ટુંકાં ગાળામાં જ આ નિર્ણય કર્યો છે. નરેન્દ્ર મોદી સરકારે બીજી અવધિમાં જે તરફ પગલા લીધા છે તેના કારણે રાજ્યને સીધા લાભ થનાર છે. દુરગામી પરિણામ આવનાર છે. ટુંક સમયમાં જ તેના લાભ દેખાવવાની શરૂઆત થઇ જશે. ભારતીય બંધારણમાં કલમ ૩૭૦ને લઇને હમેંશા ચર્ચા રહી છે. કલમ ૩૭૦ એક અસ્થાયી પ્રબંધ મારફતે જમ્મુ કાશ્મીરને એક ખાસ સ્વાયત્તતા આપે છે. ભારતીય બંધારણના ભાગ ૨૧ હેઠળ જમ્મુ  કાશ્મીરને આના કારણે અસ્થાયી, પરિવર્તી અને ખાસ વ્યવસ્થા વાળા રાજ્ય તરીકે દરજ્જો આપે છે. ભારતના તમામ રાજ્યોમાં લાગુ થતા કાયદા પણ હાલમાં અહીં લાગુ થતા ન હતા. દાખલા તરીકે વર્ષ ૧૯૬૫ સુધી જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલની જગ્યાએ સદર એ રિયાસત અને મુખ્યપ્રધાનની જગ્યાએ વડાપ્રધાન તરીકે રહેતા હતા. બંધારણની કલમ ૩૭૦ની જોગવાઇ મુજબ સંસદને જમ્મુ કાશ્મીરના સંબંધમાં સંરક્ષણ, વિદેશ મામલે અને સંચારના વિષયમાં કાનુન બનાવવાના અધિકાર છે. પરંતુ કોઇ અન્ય વિષય પર સંબંધિત કાનુન બનાવવા માટે કેન્દ્રને રાજ્ય સરકાર પાસેથી મંજુરી લેવાની જરૂર હોય છે. રાજ્યના તમામ નાગરિકો એક અલવગ કાયદાની  અંદર રહે છે. જેમાં નાગરિકા, સંપત્તિ ખરીદવાના અધિકાર અને મુળભુત અધિકારો સામેલ છે. આ તમામના કારણે બીજા રાજ્યોના લોકો ત્યાં સંપત્તિ ખરીદી લેવાની સ્થિતીમાં ન હતા. હવે તમામને રાહત થઇ ગઇ છે.

(4:19 pm IST)