Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

ઇમરાન સરકારને ઉથલાવવા મરીયમ મેદાનેઃ મહાકુચનું એલાનઃ કાશ્મીરીઓ માટે લોહી વહાવવા ખાત્રી આપી

પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાજ (પીએમએલ-એન)પક્ષના ઉપપ્રમુખ અને નવાઝ શરીફના પુત્રી મરિયમ નવાઝે  કાશ્મીરીઓને કહયું છે કે પાકિસ્તાન તમારી સાથે જ લોહીયાળ બનશેઃ તેમણે પક્ષના કાર્યકરોને ઇસ્લામાબાદ ખાતે ઇમરાન ખાન સરકાર વિરૂધ્ધ કુચ માટે કોઇપણ ઘડીએ તૈયાર રહેવા હાકલ કરી છે.

જેલમાં રહેલા પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના પુત્રીએ રેલીમાં કહેલ કે ઇમરાન ખાન સરકારને ઉથલાવવા અંતિમ પ્રહાર માટે પક્ષની મહાકુચ માટે તૈયાર રહેવા હાકલ કરી છે.  કાશ્મીરીઓને સંબોધી શેખી મારતા કહેલ કે તમે ડરશો નહિ, આખુ પાકિસ્તાન તમારી સાથે છે.

(3:59 pm IST)