Gujarati News

Gujarati News

News of Sunday, 5th August 2018

મમતાના સમર્થનમાં આવ્યા દેવગૌડા :કહ્યું વિપક્ષના પીએમપદના ઉમેદવાર બનાવો

વિપક્ષને એકજુથ કરવામાં કોંગ્રેસ મહત્વની ભૂમિકા નિભાવશે

બેંગ્લુરુ :પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના સમર્થનમાં પૂર્વ વડાપ્રધાન દેવગૌડાએ નિવેદન કરતા કહ્યું કે મમતા બેનર્જીને વિપક્ષના વડાપ્રધાનપદના ઉમેદવાર બનાવવા જોઈએ દેવગૌડાએ કહ્યું કે ભાજપને સતાથી દૂર કરવા વિપક્ષને એકુંજૂથ કરવા કોંગ્રેસ મહત્વની ભૂમિકા ભજવશે

   ભાજપ વિરુદ્ધ વિપક્ષના મજબૂત મોરચાની હિમાયત કરતા દેવગૌડાએ કહ્યું કે તે તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને લોકસભાની ચૂંટણી માટે વિપક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર બનવાની વિરોધમાં નથી

   હાલમાં કોંગ્રેસ અને વિપક્ષ વડાપ્રધાનપદના ઉમેદવારને લઈને અસમંજસમાં છે ત્યારે દેવગૌડાની આ ટિપ્પણીને મહત્વની મનાય છે

(8:35 pm IST)