Gujarati News

Gujarati News

News of Sunday, 5th August 2018

ચમોલીમાં વાદળ ફાટતા પાંચ મકાનોને નુકશાન :એક જ પરિવારના ચાર લોકો ઘાયલ

સુનાલી ગામની ઉપર ફેરા ટોકમાં વાદળ ફાટ્યું :નાળામાં કાટમાળ પથ્થરો આવ્યા

દેહરદૂન: ચમોલી જિલ્લાના કર્ણપ્રયાગના સૂનાલી ગામમાં વાદળ ફાટવાને કારણે પાંચ મકાનોને નુકસાન પહોંચ્યુ છે જયારે એક જ પરિવારના ચાર લોકો ઘાયલ થયા છે અન્ય ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે હવામાન વિભાગ ચેતવણી આપી છે કે આગામી 48 કલાક અતિ સંવેદનશીલ છે. આગામી સમયમાં ભારે વરસાદ પડવાની આશંકા છે.

   સુનાલી ગામની ઉપર ફેરા ટોકમાં વાદળ ફાટવાની ઘટના બની છે. નાળામાં કાટમાળ પથ્થર આવવાથી પાંચ મકાનોને નુકાસાન થયુ હતુ. જિલ્લા શિક્ષણ અધિકારીએ રાહત બચાવ ટીમને મોકલી દીધી છે. આ ગામમાં 2013થી વાદળ ફાટવાની ઘટના અવારનવાર બનતી રહે છે. જેને લઇ તબાહી મચી ગઇ છે. વરસાદને કારણે ગામ છોડીને લોકો સુરક્ષિત સ્થળો પર ચાલ્યા જાય છે.

(7:03 pm IST)