Gujarati News

Gujarati News

News of Sunday, 5th August 2018

NRC મુદ્દે ભારતીય નાગરિકોએ ડરવાની જરૂર નથી : કોઈપણ ખામી હશે તો સુધારી લેવાશે :કિરણ રીજ્જુ

 

નવી દિલ્હી :કેન્દ્દ્રિય ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજ્જુએ કહ્યું કે એનસીઆરને લઈને જે લોકો ભારતના નાગરિક છે તેને ડરવાની જરૂર નથી,કોઈ પ્રક્રિયામાં ખામી હશે તો તેને સુધારી લેવાશે રિજ્જુએ કહ્યું કે અમારી સરકાર મજબુર સરકાર છે કોઈ પક્ષના કહેવાથી કોઈ ફરક પડતો નથી સુપ્રીમ કોર્ટની દેખરેખમાં દેશના હિતમાં કામ કરતા રહીશું પ્રક્રિયામાં સુધારાની જરૂર લાગશે તો સુધારો પણ કરાશે વહીવટી વ્યવસ્થામાં ખામી હશે તો તે નીતિને ખોટી ગણાવી શકાય નહીં,

    રીજ્જુએ વધુમાં કહ્યું હતું કે સરકાર કોઈપણ કામ કરે તો તેમાં ધાર્મિક દ્રષ્ટિકોણ હોતો નથી,ધર્મ અંગત બાબત છે દેશમાં ગેરકાયદે આવેલા મોટાભાગના બાંગ્લાદેશથી આવેલા છે એટલા માટે બાંગ્લાદેશી મુસલમાનોને નિશાન બનાવી રહ્યાની વાત કહેવાય રહી છે અમારા દેશમાં દસ્તાવેજ સાથે આવનારનું સ્વગત છે વિઝા સાથે આવે તો અતિથિ  દેવ ભવ વળી નીતિ અપનાવીશું પરંતુ ચોરીછૂપીથી આવશે તો સહન નહીં કરીએ

   તેઓએ કહ્યું કે પાકિસ્તાન,અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર જુલ્મ થયો છે ,હિન્દૂ,ઈસાઈ,જૈન,બૌદ્ધ,અને પારસી મૂળના લોકો પર જુલ્મ થયો છે અમે માત્ર એન્ટ્રી લીગલ કરી છે તેને નાગરિકતા આપી નથી કાગળો વગર અમે તેની મંજૂરી આપી નથી

  મમતા બેનર્જીના ગૃહયુદ્ધના વાત પર રિજ્જુએ કહ્યું મમતા બેનર્જી એક રાજ્યની મુખ્યમન્ત્રી છે તે પોતાના રાજ્યની શન્તિ વ્યવસ્થાને જાળવી રાખે,અમારું કામ દેશની શાંતિ જાળવવાનું છે તે અમે કરશું,એક સીએમના મોઢે ગૃહયુદ્ધની વાત શોભતી નથી

 ભાજપના નેતાના ઘુષણખોરોને ગોળી મારવાના નિવેદન પર રિજ્જુએ કહ્યું કે ગૃહમંત્રાલય પાસે મુદ્દે સંવેદનશીલ છે એટલે માટે કોઈને ગોળી મારવાની વાત કરવી જોઈએ નહીં,દેશભરમાં એનઆરસીની વાત નહીં કરું,કારણ કે સમયે આસામમ કામ ચાલુ છે

    રિજ્જુએ એમ પણ કહ્યું કે અંમારી પાસે પહેલાથી પૂર્વોત્તરમાં 25 સીટ છે અમે ચૂંટણી જીતવા માટે એનઆરસીનો સહારો લેતા નથી,જો કેટલાક પક્ષ કહી રહ્યાં છે કે ભાજપ ખોટું કરે છે તો ભાજપ મજબૂત કેમ છે અમે પોતાના મજબૂત નેતૃત્વના કારણે મજબૂર્ત છીએ

(12:00 am IST)