Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

ચીનને યુદ્ધ અભયાસ બંધ કરવા ફિલીપાઇન્સની ચીમકી : નહિ તો ગંભીર પરીણામો આવશે

મનીલા,: ભારત સાથે લદ્દાખમાં LAC પર વધતી તંગદીલી ચીનને હવે મોંઘી પડવા લાગી છે. તેની દાદાગીરી અને વિસ્તારવાદી નીતિઓ માટે કુખ્યાત ચીન હવે ભારત-પ્રશાંત ક્ષેત્રમાં ઘેરાઇ રહ્યું છે.

દક્ષિણ ચીન સમુદ્રમાં યુધ્ધ અભ્યાસ કરી રહેલા ચીનને ફિલિપાઇન્સ દ્વારા સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપવામાં આવી છે કે તેના ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ચીન અને ફિલિપાઇન્સમાં તાજેતરના સમયમાં દક્ષિણ ચીન સમુદ્ર વિશેનો વિવાદ વધ્યો છે.

ફિલિપાઇન્સના વિદેશ સચિવ તિઓદોરો લોક્સિન જુનિયરએ કહ્યું કે, ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) 1 જુલાઇથી પેરાસલ દ્વીપ સમુહની આસપાસ નૌકાદળ કવાયત કરી રહી છે. આને કારણે, ચીની સેના દ્વારા તે ક્ષેત્રમાં તમામ પ્રકારની વ્યાપારિક પ્રવૃત્તિઓ બંધ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં, આ યુધ્ધ અભ્યાસ ફિલિપાઇન્સની દરિયાઇ સરહદમાં પણ કરવામાં આવી રહ્યો છે.

તેમણે પૂછ્યું કે શું ચીને ફિલિપાઇન્સના ક્ષેત્રમાં આ કવાયત કરવી જોઈએ. ચીનને તે બાબતનો ખ્યાલ છે કે તેની રાજદ્વારી અને ગંભીર પ્રતિક્રિયા થશે. અમને જે યોગ્ય લાગશે તે અમે કરીશું. આ અગાઉ ફિલિપાઇન્સે ચીનના બે જિલ્લાને લઇને પોતાનો રાજદ્વારી વિરોધ નોંધાવ્યો હતો. દક્ષિણ ચીન સમુદ્રમાં સ્થિત પેરાસલ આઇલેન્ડ પર ચીન અને વિયેટનામ વચ્ચે વિવાદ છે.

(3:35 pm IST)