Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ જુનીયરની ગર્લફ્રેન્ડને કોરોના વળગ્યો

ગર્લફ્રેન્ડ કિમ્બર્લી ગુલિફોયને આઇસોલેટેડ કરવામાં આવી

વૉશિંગ્ટન, : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી મોટા પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરની ગર્લફ્રેન્ડ કિમ્બર્લીને કોરોના થયો છે. પૂર્વ ટેલિવિઝન પર્સનાલિટી કિમ્બર્લી પ્રમુખ ટ્રમ્પના ઈલેક્શન કેમ્પેઈનનો હિસ્સો હતી.

ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર જુનિયર ડોનાલ્ડ ટ્રમ્પની ગર્લફ્રેન્ડ કિમ્બર્લી ગુઈલફોયનો રીપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. કિમ્બર્લી પ્રમુખ ટ્રમ્પના ઈલેક્શન કેમ્પેઈનમાં મહત્વનો ભાગ ભજવે છે. 51 વર્ષની કિમ્બર્લી અને 42 વર્ષનો ડોનાલ્ડ જુનિયર 2018થી રિલેશનશીપમાં છે. કિમ્બર્લી ટ્રમ્પ પરિવારની ફેમિલી ફ્રેન્ડ છે અને ઈવાન્કા ટ્રમ્પ સાથે પણ તેને ગાઢ મિત્રતા છે.

કિમ્બર્લી ટેલિવિઝન સેલિબ્રિટી હતી. ફોક્સ ન્યૂઝ ટેલિવિઝનમાં તે પ્રેઝન્ટર હતી. સૃથાપના દિવસે અમેરિકાના પ્રમુખ ભાષણ આપવાના હોવાથી તે ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર સાથે સાઉથ ડાકોટા પહોંચી હતી. રૂટિન ચેકઅપ દરમિયાન તેને ફિવર જણાયો હતો. એ પછી તેનું ટેસ્ટિંગ થયું તો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

કિમ્બર્લીનો રીપોર્ટ પોઝિટિવ આવતા પ્રમુખના કાફલામાં દોડધામ મચી ગઈ હતી. તુરંત કિમ્બર્લીને આઈસોલેટેડ કરી દેવામાં આવી હતી. એ પ્રમુખના સંપર્કમાં આવી છે કે નહીં તે અંગે અટકળો થતી હતી.

એ પછી ચીફ ઓફ સ્ટાફે સ્પષ્ટતા કરી હતી કે ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરનો રીપોર્ટ નેગેટિવ આવ્યો છે, છતાં સલામતીને ધ્યાનમાં રાખીને પ્રમુખ ટ્રમ્પ સાથેના એ બંનેના આગામી કાર્યક્રમો રદ્ કરાયા છે. જોકે, પ્રમુખ ટ્રમ્પના નજીકના સંપર્કમાં કિમ્બર્લી આવી હતી કે નહીં તે અંગે કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી.

(3:31 pm IST)
  • જામનગર જિલ્લામાં કોરોનાના વધુ બે કેસ પોઝીટીવ : કાલાવડના નવાગામના 37 વર્ષીય યુવાન અને ધ્રોલના 32 વર્ષના યુવકને કોરોના વળગ્યો access_time 11:43 pm IST

  • કોન્સ્ટેબલો પણ મોટુ મોઢુ ફાડવા લાગ્યા : સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ સામે ૧૫ હજારની લાંચ માંગવાનો ગુન્હો દાખલ access_time 5:35 pm IST

  • કચ્છના ભચાઉમાં નોંધાયો ભૂકંપ : સાંજે 5:11 કલાકે આવ્યો ભૂકંપ : ભચાઉથી 14 કિલોમીટર નોર્થ ઇસ્ટમાં નોંધાયું એપિસેન્ટર : 4.2 ની તીવ્રતાનો આંચકો નોંધાયો access_time 5:49 pm IST