Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

કાનપુરના ગેંગસ્ટર વિકાસ દુબેના ઘરેથી પોલીસે સરકારી એમ્બેસેડર કાર કરી જપ્ત : કાર હરરાજીમાંથી તેના ભાઇએ ખરીદી હતી

લખનૌ, : કાનપુર શુટઆઉટના ફરાર ગેન્ગસ્ટર વિકાસ દુબેના ઘરેથી પોલીસે સરકારી એમ્બેસેડર અને કેટલીક મોંઘી કાર જપ્ત કરી છે. આ બાબતે પરિવહન વિભાગે જણાવ્યુ કે, આ કાર વિકાસના ભાઇએ નિલામીમા ખરીદી હતી. જેનુ રજિસ્ટ્રેશન પણ મે 2019મા પુરૂ થઇ ગયુ હતુ પરંતુ 2014થી વિકાસ દુબેના ભાઇએ અત્યાર સુધી કારનુ ટ્રાન્સફર પણ કરાવ્યુ નથી. કાર સાથે જોડાયેલો કોઇ ટેક્સ ભર્યો નથી અને ટ્રાન્સફર ચાર્જ પણ ભર્યો નથી.

ગેન્ગસ્ટર વિકાસ દુબેના ભાઇ દીપ પ્રકાશ દુબેના ઘરેથી સરકારી એમ્બેસેડર જપ્ત કરી છે. આ કાર તેના લખનૌમા આવેલી ઘરેથી મળી આવી છે. સરકારી ઓફિસરો પર પોતાનો રોફ જમાવવા અને ભય પેદા કરવા માટે તે આ ગાડીઓ ચલાવતો હતો.

લખનૌની કૃષ્ણાનગર પોલીસે બે એમ્બેસેડર કારને જપ્ત કરી છે. જે કારના નંબર UP 32 BG 0156 છે. આ બંન્ને ગાડી સિવાય પોલીસે એક બુલેટપ્રુફ કાર પણ જપ્ત કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ સરકારી કાર કોઇ બીજાના નામથી રજીસ્ટર છે. આ કાર 2 દિવસથી વિકાસ દુબેના ભાઇના ઘરમા છે, પરંતુ તેના ભાઇ પાસે આ કાર સાથે જોડાયેલા કોઇ ડોક્યુમેન્ટ મળ્યા નથી.

(3:03 pm IST)