Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિની મુલાકાત લીધી : બંને વચ્ચે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મુદ્દે ચર્ચા કરાઇ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદને મળ્યા હતા. પીએમ મોદીએ રવિવારે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદને મળ્યા અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર તેમની સાથે ચર્ચા કરી હતી. પીએમ મોદી સવારે 11.30 વાગ્યે રાષ્ટ્રપતિને મળવા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા.

વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ લગભગ અડધા કલાક સુધી મળ્યા હતા. જો કે, બંને વચ્ચેની વાતચીત હજી જાણવા મળી નથી. રાષ્ટ્રપતિ ભવને કરેલા એક ટ્વિટમાં કહ્યું છે કે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ વચ્ચે ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

પીએમ મોદી બે દિવસ પહેલા લદ્દાખથી પરત ફર્યા છે. ત્યાં તે ગલવાન ખીણમાં ઘાયલ સૈનિકોને મળ્યા હતા. આ ઉપરાંત તેમણે સરહદની પરિસ્થિતિનો વિષે જાણકારી મેળવી સૈનિકોને સંબોધન પણ કર્યું હતું. નોધનીય છે કે, સરહદ પર ચીન સાથે હિંસક અથડામણમાં 20 ભારતીય સૈનિકો માર્યા ગયા છે.

(3:02 pm IST)