Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

ચીન સામે લડવા સૌરાષ્ટ્ર માટે ગૌરવ રૂપ ઘટના

બગસરાના રફાળાના યુવાન સિધ્ધાંત વેકરીયાએ મિત્રો સાથે મળી ભારતની સૌપ્રથમ વિડીયો કોન્ફરન્સ એપ બનાવી

સિધ્ધાંત વેકરીયા મિલન સાવલીયા, કુમાર શાહની કુનેહ ફળીભૂત થશે : ''પ્રોફિસમ કોલ'' એપ કોર્પોરેટ મીટીંગ બાળકોને શિક્ષણમાં ઉપયોગી થશે

બગસરા : બગસરા તાલુકાના ગોલ્ડન વિલેજ રફાળા ગામ ના વતની યુવાન દ્વારા  સૌપ્રથમ ભારતીય વિડીયો કોન્ફરન્સ માટે ની એપ બનાવવામાં આવી છે જેનાથી હવે ભારતીયોને વિદેશ  ખાસ કરીને ચાઈનીઝ એપ્લિકેશન ઉપયોગમાંથી  સંપૂર્ણ છુટકારો પ્રાપ્ત થશે. આત્મનિર્ભર ભારત માટે યુવાનોના કાર્યથી દેશના અનેક  યુવાનોને પ્રેરણા પ્રાપ્ત થઈ શકે તેમ છે.

       લોકડાઉન ના સમયથી આપણી જીવનશૈલીમાં અનેક પરિવર્તનો આવ્યા હતા જે પૈકી વર્ક ફ્રોમ હોમ નું નવું કલ્ચર પણ અસ્તિત્વમાં આવ્યું હતું. પરંતુ આ કાર્ય માટે આપણે વિદેશી એપ્લિકેશન અને ખાસ કરીને ચાઈનીઝ એપ્લિકેશન પર લોકોને પોતાના કામ અર્થે વધુ આધાર રાખવો પડતો હતો. તેવા સમયે બગસરાના ગોલ્ડન વિલેજ તરીકે પ્રખ્યાત બનેલા રફાળા ગામ ના વતની યુવાન સિદ્ધાંત સવજીભાઈ વેકરીયા દ્વારા તેમના બે મિત્રો મિલન સાવલિયા અને કુમાર શાહ ની મદદ થી સૌપ્રથમ ભારતીય વિડીયો કોન્ફરન્સ સોલ્યુશન માટેની એપ્લીકેશન પ્રોફિસમ કોલ  બનાવવામાં આવી છે.

       એપ્લિકેશન બાળકોને શૈક્ષણિક કાર્ય તેમજ કોર્પોરેટ મિટિંગમાં ખૂબ જ ઉપયોગી નીવડશે હાલ અન્ય દેશોની એપ્લિકેશન ના ઉપયોગ માં ડેટા ચોરી જેવા અનેક સમસ્યાઓ ઉપસ્થિત થઈ છે ત્યારે આ સૌપ્રથમ વિશ્વસનીય ભારતીય એપ્લિકેશનને હાલ ચારેક હજાર લોકો દ્વારા ડાઉનલોડ કરી તેને ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ બાબતે પ્રોફિસમ ટેકનોલોજી ના સી.ઈ.ઓ. સિદ્ધાંત વેકરીયા ના જણાવ્યા અનુસાર તેઓ એ લોકડાઉન દરમિયાન ૧૪ દિવસમાં જ આ એપ્લિકેશન તૈયાર કરી હતી. હાલ તેમની સ્પર્ધા ચાઈનીઝ એપ ઝૂમ તથા ગૂગલ મીટ સાથે ચાલી રહી છે, પરંતુ તેઓ આ બંને એપ્લિકેશન કરતા પણ એડવાન્સ ફિચર્સ આપવા માટે હજુ સતત કાર્ય કરી રહ્યા છે. આ યુવાનોએ ભારત આવી પડે કે લોકડાઉન ની આફતને અવસરમાં બનાવી અને યુવાનો માટે પ્રેરણા પૂરી પાડી છે તેમના આ કાર્યમાં સ્ટાર્ટ અપ ઇન્ડિયા નેટવર્ક દ્વારા પણ ખૂબ જ સહકાર પ્રાપ્ત થયો હતો.

(3:28 pm IST)
  • ભાજપના નેતા રાજીવ પ્રતાપ રૂડીના વેવાઇ અને વેવાણ નીરજ અને શગૂન ત્યાગીના મસુરી પાસે ૩૦૦ મિટર ઊંડી ખીણમાં મોટર ખાબકતા કરૂણ મૃત્યુ, ઇનોવાના ફુરચા, તેમની 28 વર્ષની પુત્રી અને ડ્રાઇવર ગંભીર.. પુત્રીને દરવાજો ચીરીને બહાર કાઢી access_time 11:26 pm IST

  • શ્રીલંકામાં આવતીકાલ સોમવારથી સ્કૂલો ખુલી જશે : 115 દિવસના લોકડાઉન બાદ લેવાયેલો નિર્ણય access_time 8:47 pm IST

  • પોરબંદરના ભૂતડી વાળા બંગલા થઈ છાયા ચોકડી તરફ જતા રસ્તા પર ત્રણથી સાડા ત્રણ ફૂટ પાણી દુકાનો મકાનોમાં પાણી ઘૂસ્યા હોવાનું જાણવા મળેલ છે access_time 11:25 pm IST