Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

દેશભરની મેડીકલ કૉલેજોમાં ઓ.બી.સી. અનામત નક્કી કરવા સોનિયા ગાંધીએ વડાપ્રધાનને લખ્યો પત્ર

NEET પરીક્ષાથી ભરાતી બેઠકોમાં ઓ.બી.સી. વર્ગના વિદ્યાર્થીઓને અનામતના ઇન્કારથી વડાપ્રધાનનું પત્ર દ્વારા ધ્યાન દોરાયું

નવી દિલ્હી: કોરોના સંકટ અને ચીન સહિત પાડોશી દેશો સાથે સરહદ પર ચાલતા તનાવ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની મેડિકલ કૉલેજોમાં અન્ય પછાત વર્ગ (OBC)ને અનામત આપવા અંગે પત્ર લખ્યું છે.

સોનિયા ગાંધીએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં મેડિકલ કૉલેજોમાં NEET પરીક્ષાથી ભરવામાં આવી રહેલી બેઠકોમાં OBC વર્ગનાના વિદ્યાર્થીઓને અનામત આપવાના ઈનકાર સંદર્ભે વડાપ્રધાનનું ધ્યાન ખેંચ્યું. આ પત્રમાં લખવામાં આવ્યું છે કે, NEETના માધ્યમથી થતા પ્રવેશમાં અખિલ ભારતીય કોટા અંતર્ગત OBC વિદ્યાર્થીઓને મળતુ અનામત માત્ર કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાઓ સુધી જ સિમિત છે. બીજી તરફ આ પત્રનું સમર્થન કરતાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લખ્યું કે સામાજિક ન્યાય માટે સકારાત્મક કાર્યવાહી જરૂરી છે.

કોંગ્રેસ અધ્યક્ષે પત્રમાં લખ્યું છે કે, “અખિલ ભારતીય કોટા અંતર્ગત તમામ કેન્દ્રીય અને પ્રાદેશિક મેડિકલ શૈક્ષણિક સંસ્થાઓમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને આર્થિક રીતે પછાત વર્ગના લોકો માટે ક્રમશ: 15, 7.5 અને 10 ટકા સીટો અનામત હોય છે. જો કે ઓલ ઈન્ડિયા ફેડરેશન ફોર અધર બેકવર્ડ ક્લાસ તરફથી એકત્ર કરવામાં આવેલા આંકડા પ્રમાણે, અખિલ ભારતીય કોટા અંતર્ગત OBC વિદ્યાર્થીઓને અનામત માત્ર કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાઓ સુધી જ મર્યાદિત છે.”

રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રદેશોની મેડિકલ કૉલેજોમાં OBC અનામત લાગૂ ના હોવાના કારણે વર્ષ 2017 બાદ OBC વિદ્યાર્થીઓને 11 હજારથી વધુ સીટો ગુમાવી પડી છે. કૉલેજોનું આ વલણ 93માં બંધારણીય સંશોધનનું ઉલ્લંઘન છે. જો યોગ્ય OBC વિદ્યાર્થીને મેડિકલ શિક્ષણ પ્રાપ્ત કરવાથી વંચિત રાખે છે.”

આ પત્રના અંતમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સમાનતા અને સામાજિત ન્યાયના હિતમાં કેન્દ્ર સરકારને આગ્રહ કરવામાં આગ્રહ કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની મેડિકલ સંસ્થાઓમાં મેડિકલ અને ડેન્ટલના અખિલ ભારતીય કોટા અંતર્ગત OBC વિદ્યાર્થીઓને અનામત નક્કી કરવામાં આવે.

જણાવી દઈએ કે, કેન્દ્ર, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની મેડિકલ શૈક્ષણિક સંસ્થાઓમાં અખિલ ભારતીય કોટા અંતર્ગત 15 ટકા અનૂસૂચિત જાતિ, 7.5 ટકા અનુસૂચિત જનજાતિ અને 10 ટકા આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે અનામત છે.

(4:45 pm IST)