Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

પાક વડાપ્રધાન ઇમરાન ખાને ચીનને ખુલ્લુ સમર્થન કરતા પોતાના દેશમાં જ ઘેરાયા

વિદેશી વિભાગની ચેતવણી ચીનને સમર્થન આપવાથી વૈશ્વિક સ્તરે મુશ્કેલીનો સામનો કરવો પડશે

ઇસ્લામાબાદઃ ચીન સાથે દોસ્તી પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન (PM inran khan)ને મોંઘી પડવા લાગી છે. ચીનના સમર્થનને લઈને પાકિસ્તાનના વિદેશ વિભાગે ઇમરાન ખાનને ચેતવણી આપી છે. વિદેશ વિભાગે કહ્યું કે, જો પાકિસ્તાન ચીનનું સમર્થન કરવાનું નહીં છોડે તો તેણે વૈશ્વિક સ્તરે અલગ થવાનો સામનો કરવો પડશે.

વિદેશ વિભાગે કહ્યું કે, ભારત તણાવ અને કોરોના સંકટને કારણે ચીન આંતરરાષ્ટ્રીય સ્તર પર ટીકાનો સામનો કરી રહ્યું છે, જો પાકિસ્તાન ચીનની સાથે પોતાની નીતિઓની સમીક્ષા નહીં કરે તો તે વિશ્વની આર્થિક શક્તિઓના ગુસ્સાને ભડકાવશે. આ શક્તિઓ ભારતની સાથે ટકરાવ બાદ ચીનને વિશ્વ સ્તર પર અલગ-થલગ કરવા માટે કામ કરી રહી છે.

ચીનનું આંખ બંધ કરી સમર્થન કરી રહેલા પાકિસ્તાનને ત્યારે ઝટકો લાગ્યો જ્યારે યૂરોપીય યૂનિયન અને બ્રિટને પાકિસ્તાની એરલાઇન્સના વિમાનોને ઉડાન ભરવા માટે પ્રતિબંધિત કરી દીધા છે. પાકિસ્તાન યૂરોપીય દેશોને તે સમજાવવાનો પ્રયાસ કર્યો કે, તેની પાસે પાયલોટ યોગ્ય છે પરંતુ નિર્ણય પર કોઈ અસર પડી નથી.

યૂરોપીયરાષ્ટ્ર ભારતની વિરુદ્ધ આક્રમક વલણ માટે રાજદ્વારી સ્તર પર ચીનને અલગ-થલગ કરવા તરફ વધી રહ્યાં છે અને પાકિસ્તાની સૂત્રોનું માનવું છે કે ઇસ્લામાબાદ પણ તેનો સામનો કરવો પડી શકે છે. પાકિસ્તાનમાં ચીન વિરુદ્ધ પહેલાથી ગુસ્સો છે. બલૂચિસ્તાન અને ગિલગિત બાલ્ટિસ્તાનમાં જે રીતે ચીન CPEC માટે પાકિસ્તાનના સંસાધનોનું શોષણ કરીરહ્યું છે, તેને લઈને ત્યાંના લોકોમાં ખુબ ગુસ્સો છે.

(12:32 pm IST)