Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

બિહારમાં વિજળી પડવાથી ૮ના મોત

મુખ્યમંત્રી નીતિશકુમાર દ્વારા ૪-૪ લાખ રૂપિયા સહાય : આસામમાં પણ પૂર - ભૂસ્ખલનથી ૫૯ લોકો અને ૪૧ પશુઓના મોત નિપજ્યા : રાજય સરકાર દ્વારા સહાયની ઘોષણા

નવી દિલ્હી, તા. ૪ : બિહારમાં વરસાદ સાથે ફરી વિજળી ત્રાટકતા અત્યાર સુધીમાં ૮ લોકોના મોત થયા છે. જયારે મહારાષ્ટ્રમાં વરસાદી પાણી ભરાતા બે બાળકોના મોત નિપજ્યા છે.

બિહારમાં વિજળી પડવાથી વધુ ૮ લોકોના મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે ૨૬ દિવસ પહેલા બિહારના ૮ જીલ્લાઓમાં વિજળી પડી હતી જેમાં ૧૦૦થી વધુ લોકોના મોત થયા હતા. સૂત્રોએ જણાવ્યુ છે કે સમસ્તીપુરમાં ૩, લખીસરાયમાં ૨ અને બાણકા તેમજ જમુઈ જિલ્લામાં ૧-૧ના મોત નિપજ્યા છે. બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે આ તમામ મૃતકના પરીવારજનોને ૪-૪ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.

આસામમાં પણ પૂરથી સ્થિતિ ગંભીર બની છે. જો કે અમુક જિલ્લાઓમાં જળસ્તરનું પ્રમાણ ઘટી રહ્યુ છે. છેલ્લા ત્રણેક દિવસથી પૂર અને ભુસ્ખલનથી જનજીવન અસ્ત-વ્યસ્ત બની ગયુ છે. પૂરથી ૪૧ પશુઓના પણ મોત નિપજ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પ્રધાનમંત્રી રાહતકોષમાંથી આસામમાં પૂરમાં અવસાન પામેલા લોકોના પરીવારજનોને ૨-૨ લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી હતી.

(12:00 am IST)