Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

બેઠક ટળી : આગામી સપ્તાહમાં લેવાશે નિર્ણય

કમ્યુનિસ્ટ પાર્ટીના ૪૫ સભ્યોની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક સોમવારે

ઓલીનું ભાવિ સોમવારે નક્કી થશે

કાઠમંડુ, તા. : નેપાળના સત્તાધારી પક્ષ નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટી (એનસીપી)ની મહત્વની સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં શનિવારે વડાપ્રધાન કે પી શર્મા ઓલીના ભાવિ અંગેનો ફેંસલો થવાનો હતો પરંતુ બેઠક સોમવાર પર ટળી છે અને હવે આગામી સપ્તાહમાં પીએમ ઓલીના ગાદી પર રહેવા અંગેનો નિર્ણય લેવાશે. વડાપ્રધાનના પ્રેસ સલાહકાર સૂર્યા થાપાએ જણાવ્યા મુજબ સ્ટેન્ડિંગની બેઠક સોમવાર પર ટળી છે. નેતાઓને પડતર મુદ્દાઓ માટે વધુ સમયની જરૂર હોવાથી હવે સોમવારે સ્ટેન્ડિંગ કમિટી બેઠક મળશે. એનસીપીની સ્ટેન્ડિંગ કમિટીમાં ૪૫ સભ્યો છે. પક્ષના ટોચના નેતાઓએ વડાપ્રધાન ઓલીના રાજીનામાની માંગ કરી હતી. ભારત વિરોધી નિવેદનો બદલ પીએમ ઓલી વિરુદ્ધ તેમના પક્ષમાં વિરોધનો સૂર ઉઠ્યો હતો અને નેતાઓએ ઓલીના નિવેદનને રાજકીય તેમજ રાજદ્વારી રીતે પણ અયોગ્ય ગણાવ્યું હતું.  

(12:00 am IST)