Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

રાજકોટમાં કોરોનાએ બેવડી સદી ફટકારીઃ વધુ પાંચ રિપોર્ટ પોઝિટિવ

ગોકુલધામમાં રહેતા ૫૦ વર્ષીય ભાવેશ ટાંકને કોરોનાઃ તેઓ માલસામાનના ફેરા કરે છે : કોઠારીયા ગામમાં દંપતી કોરોનાની ઝપટે ચડયા : નાના મવા વિસ્તારના શાસ્ત્રીનગર (અજમેરા)માં ૫૭ વર્ષીય આધેડનો રિપોર્ટ પોઝીટીવઃ તેઓ રેસકોર્ષ પાર્કમાં કોરોના પોઝીટીવના સંપર્કમાં આવ્યા હતા : માતા-પિતા બાદ આસ્થા રેસીડેન્સીમાં ૮ વર્ષીય બાળકી કોરોના સંક્રમીત

તંત્ર ઉંધા માથેઃ શહેરના વિવિધ વિસ્તારમાં આજે પાંચ રિપોર્ટ પોઝીટીવ આવતા મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડો. વિરડીયા અને નાયબ આરોગ્ય અધિકારી ડો. પી.પી. રાઠોડના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા કોરોના પોઝીટીવ વિસ્તારમાં મોડિકલ  સર્વે કન્ટેનમેન્ટ ઝોન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તે વખતની તસ્વીર.

રાજકોટ,તા.૪: શહેરમાં કોરોના પોઝીટીવ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં ગુરૂવાર-શુક્રવારે એકાએક ઉછાળો આવ્યો હતો. આજે સવારે ગોકુલધામ, કોઠારિયા ગામ દંપતી અને આસ્થા રેસીડન્સી તથા નાના મવા વિસ્તારનાં શાસ્ત્રીનગર (અજમેરા)માં રિપોર્ટ પોઝીટીવ આવતા કોરોના નોક આઉટ રહીનુ બેવડી સદી ફટકારી છે. શહેરનો કુલ આંક ૨૦૦એ પહોંચ્યો છે.

 મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે તા.૪ જુલાઇનાં નોધાયેલ કેસની વિગત આ મુજબ છે.(૧) ભાવેશ જયંતિ ટાંક (૫૦/પુરૂષ), ગોકુલધામ સોસાયટી, રાજકોટ. રિક્ષા ડ્રાઇવર છે. તેઓ માલસામાનના ફેરા કરે છે.(૨) ઉર્વીબેન કિશનભાઇ (૨૭/પુરૂષ), કોઠારીયા ગામ, (૩) કિશનભાઇ કેશુભાઇ (૨૮/પુરુષ),  કોઠારીયા, (૪) કાવ્યા અમિત મણવર (૮/સ્ત્રી), આસ્થા રેસિડેન્સી, આસ્થા એપાર્ટમેન્ટ ફ્લેટ નં ૧૫, રાજકોટ. તેમના માતા-પિતા પણ પોઝીટીવ છે. (૫) રોહિતભાઈ પોલડીયા (૫૭/પુરૂષ), ઇ ૧૧૩, શાસ્ત્રી નગર, નાના મૌવા રોડ, રાજકોટ. રેસકોસ પાર્કના પોઝિટિવ દર્દીના સંપર્કમાં હતા.

૧૩૯ દર્દીઓ સાજા થયા

શહેરમાં કુલ કેસ ૨૦૦નોંધાયા છે.હાલમાં  સારવાર હેઠળ ૫૧ દર્દીઓ છે. આજ દિન સુધીમાં ૧૩૯ દર્દીઓ સાજા થતા તેઓ હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ થયા છે. જયારે ૧૦ મૃત્યુ થયા છે.

(12:00 am IST)