Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

મુંબઈમાં મુશળધાર વરસાદ : અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ્પ: લોકોને મુશ્કેલી

મુંબઇના જુદા જુદા વિસ્તારોમાં એકથી અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો

મુંબઈ : મહારાષ્ટ્રમાં મુંબઇ સહિત ઘણા વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે. મુંબઇ સહિત તેની આસપાસના વિસ્તારોમાં શનિવારે પણ ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.માર્ગો પર પાણી ભરાઇ જવાના કારણે વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો

 . હવામાન વિભાગ પ્રમાણે મુંબઇના જુદા જુદા વિસ્તારોમાં એકથી અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. સાયન અને મિલન સબવેના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા. હવામાન વિભાગે મુંબઇ, રાયગઢ, રત્નાગિરી માટે અતિભારે વરસાદની ચેતવણી આપી છે અને રેડ એલર્ટ આપ્યું છે. આ ઉપરાંત પાલઘર, થાણે તથા પૂણેમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.

(12:49 am IST)
  • 2024ની સાલ સુધીમાં અમેરિકાની નાસા સંસ્થા ચંદ્રની ભૂમિ ઉપર પ્રથમ મહિલા અવકાશ યાત્રીને ઉતારવા માગે છે . જેથી ૨૦૨૮ સુધીમાં ચંદ્ર ઉપર વસાહત ઉભી કરવાનું મિશન સફળ થઈ શકે. ભવિષ્યમાં મંગળ ગ્રહના સંશોધન માટે ચંદ્ર ઉપર વસાહત સર્જવા માટે ઉપયોગી બનશે તેવું વૈજ્ઞાનિકો માની રહ્યા છે. access_time 8:18 pm IST

  • વેરાવળ બંદરે ત્રણ નબરનું સીગનલ લગાવાયું: વેરાવળ સતત વરસાદ અને પવન ફુકાતો હોય જેના અનુસંધાને ત્રણ નંબર નું સીગનલ લગાવાયું છે access_time 8:34 pm IST

  • પાકિસ્તાનમાં 48 ડોક્ટરોના રાજીનામાં : કોરોના વાઇરસ સામે રક્ષણ માટે પૂરતી સલામતીનો અભાવ : તમામ રાજીનામાં સ્વીકારી લેવાયા access_time 8:41 pm IST