Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

પીએમ મોદીની મુલાકાતના બીજા જ દિવસે ભારતે દેખાડી ચીન સરહદે તાકાત :સુખોઇ, મિગ અને અપાચેની ઉડાન

તમામ બેઝ પર ભારતીય સેના સંપૂર્ણપણે તૈયાર: દરેક ફ્લાઇટ જાંબાજ સંપૂર્ણ રીતે ટ્રેઇન્ડ અને કોઇ પણ પડકારનો સામનો કરવામાં સક્ષમ

નવી દિલ્હી: વડાપ્રધાન મોદીની લેહ-લદ્દાખની મુલાકાતના બીજા દિવસે ભારતીય વાયુસેનાએ ચીન બોર્ડરે LAC પર તાકાત દેખાડી છે. શનિવારે સેનાના સુખોઇ-30 MKI,મિગ-29 ફાઇટર પ્લેન અને અપાચે હેલિકોપ્ટર ઉડાન ભરીને એર ઓપરેશન કર્યું હતું. ગલવાન ખીણમાં ચીનની નાપાક હરકત બાદ ભારતીય સેના સંપૂર્ણ સજ્જ થઇ ગઇ છે. સેનાની ત્રણેય પાંખને તૈયાર રહેવા સુચના આપી દેવાઇ છે સાથે સરહદે યુદ્ધ વિમાનોનું ઓપરેશન વધારી દીધું છે. આનાથી ખ્યાલ આવી શકે છે કે ભારતે ચીનને કડક સંદેશ આપી દીધો છે કે એમને હળવાશથી ન લે.

એલએસી પર તહોનાત એક સ્ક્વોડ્રન લીડરે કહ્યું- તમામ બેઝ પર ભારતીય સેના સંપૂર્ણપણે તૈયાર છે. વાયુસેનાનો દરેક ફ્લાઇટ જાંબાજ સંપૂર્ણ રીતે ટ્રેઇન્ડ અને કોઇ પણ પડકારનો સામનો કરવામાં સક્ષમ છે. અમારા જવાનોનો જુસ્સો હંમેશા બુલંદ રહે છે અને આકાશની ઊંચાઇઓને પામવા હંમેશા આતુર રહે છે. શુક્રવારે વડાપ્રધાન મોદી પણ જવાનોનો જુસ્સો વધારવા અને ચીનને કડક સંદેશ આપવા લેહ પહોંચી ગયા હતા. તેમણે વિસ્તારવાદી ચીનને આડેહાથ પણ લીધા હતા. સાથે ઘાયલ જવાનોની હોસ્પિટલમાં મુલાકાત લઇ કહ્યું કે ભારત કોઇની સામે ક્યારેય ઝૂક્યું નથી અને ઝૂકશે પણ નહીંઅપાચે હેલિકોપ્ટરની વિશેષતામાં આ યુદ્ધ હેલિકોપ્ટર અમેરિકી કંપની બોઇંગે બનાવ્યા છે.-વજન 6838 કિલો, મહત્તમ 279ની સ્પીડે ઉડાન ભરી શકે છે-બે ટર્બોશોફ્ટ એન્જીન હોય છે.-એર ટુ એર, મિસાઇલ, રોકેટ અને ગન વહન કરવાની ક્ષમતા.-ઊંચાઇ આશરે 15.4 ફૂટ અને પાંખ 17.15 ફૂટની હોય છે.

(12:00 am IST)