Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

કોરોનાના ચેપની શંકાથી યુવતિને બસની બહાર ફેંકી

મથુરા ટોલ પ્લાઝા પાસે બનેલી ઘટનાથી ચકચાર : બસમાં જઈ રહેલી યુવતી ગરમીને લીધે બેભાન થતાં તેને બસની બહાર ફેંકી દેવાતા મૃત્યુ થયું હોવાનો આક્ષેપ

નોઇડા, તા. : ઉત્તરપ્રદેશના મથુરા જિલ્લામાં કોરોના વાયરસની બીમારીનો ચેપ હોવાની શંકામાં એક યુવતિને કથિત રીતે બસમાંથી બહાર ફેંકવામાં આવતાં તેનું મોત થયું છે. મીડિયા અહેવાલ અનુસાર દિલ્હીના પડપડગંજ વિસ્તારની રહેવાસી ૧૯ વર્ષીયની અંશિકાનું ગત મહિને મોત થયું હતું. અંશિકાના પરિવારનો આરોપ છે કે કોરોના વાયરસનો ચેપ હોવાના શકમાં તેણીને બસથી બહાર ફેંકી દીધી હતી. ત્યાર બાદ તેનું મોત થયું હતું. પીડિત પરિવારનું કહેવું છે કે ૧૫ જૂને અંશિકા પોતાની માતાની સાથે યુપી રોડવેઝની બસથી નોઇડાથી ફિરોઝાબાદ જિલ્લાના શિકોહાબાદ જઈ રહી હતી, ત્યારે યાત્રા દરમિયાન ગરમી હોવાથી તે બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ બસના ડ્રાઈવર અને કંડક્ટરને કોરોના વાયરસનો ચેપ હોવાની શંકા ગઈ હતી, જેને લઈને ભારે વિવાદ થય હતો અને બાદમાં મથુરા ટોલ પ્લાઝાની પાસે અંશિકાને બસથી બહાર ફેંકવામાં આવી હતી.

          પરિવારનું કહેવું છે કે ખેંચતાણ દરમિયાન અંશિકાને હૃદયમાં દુખાવો ઉપડતાં તેનું મોત થયું હતું. બીજી તરફ મથુરા પોલીસનું કહેવું છે કે પીડિતાને સામાન્ય મુસાફરની જેમ બસમાંથી ઉતારવામા આવી હતી અને અપ્રકારની ઘટનાના કોઈ પુરાવા મળ્યા નથી. માંટ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી ભીમસિંહે કહ્યું કે,પીડિતાના પરિવારે પોલીસનો સંપર્ક કર્યો અને અમે જિલ્લા હોસ્પિટલમાં મૃતકનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. મોતનું કારણ હૃદય દુખાવાથી થયું છે, જે પ્રાકૃતિક કારણ છે અને આધારે કોઈ ફરિયાદ નોંધી શકાય નહીં. જોકે, પીડિતાની તબિયત સારી નહીં થવાના કારણે કોરોના વાયરસની બીમારી હોવાનો ડર હતો, પરંતુ બસ ડ્રાઈવરે તેણીને ટોલ પ્લાઝા પાસે બળજબરીથી ઉતારી દીધી હતી,

         જેથી અન્ય કોઈ સાધનથી જઈ શકે. અંશિકાના પિતા સુશીલ કુમાર પડપડગંજમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરે છે. તેમનું કહેવું છે કે દિલ્હીમાં કોરોના વાયરસના વધી રહેલા કેસોના કારણે પરિવારે અંશિકાને માતાની સાથે પોતાના ઘર શિકોહાબાદ મોકલવાનો નિર્ણય કર્યો હતો. ઘટના મામલે અંશિકાના ભાઈ શિવનું કહેવું છે કે, અમે ઈચ્છીએ કે મામલે ફરિયાદ નોંધવી જોઈએ, જેથી જવાબદાર લોકોને પકડી શકાય. જોકે, ડોક્ટરોનું કહેવું છે કે, ઓટોપ્સી રિપોર્ટથી ખબર પડે છે કે અંશિકાના હૃદયનો આકાર સામાન્ય લોકોની થોડો મોટો હતો, જે યુવાનોમાં હૃદય થંભી જવાનું કારણ બની શકે છે, કેમ કે તે પહેલાંથી બિમારી હતી.

(12:00 am IST)