Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

યુ.એસ.ના ' વર્જિનિયા સ્મોલ બિઝનેસ કમિશન ' માં ભારતીય મૂળના શ્રી જયંત ચલ્લા ની નિમણુંક : સ્ટેટમાં વસતા 8 લાખ જેટલા નાના વ્યવસાયિકોના પ્રશ્નો હલ કરશે

વર્જિનિયા : યુ.એસ.ના વર્જિનિયા સ્મોલ બિઝનેસ કમિશનમાં ભારતીય મૂળના શ્રી જયંત ચલ્લા ની નિમણુંક કરવામાં આવી છે. ગવર્નર દ્વારા કરાયેલી આ નિમણુંક સમગ્ર વર્જિનિયા સ્ટેટમાં વસતા સ્મોલ બિઝનેસ ધારકો ના પ્રશ્નો સ્ટેટ સમક્ષ રજૂ કરશે
શ્રી જયંત 1988 ની સાલથી વર્જિનિયામાં સ્થાયી થયા છે.તેઓ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી તથા એન્જીનીઅરીંગ કન્સલ્ટિંગ ક્ષેત્રે 30 વર્ષનો અનુભવ ધરાવે છે.
ઉપરોક્ત પદ ઉપર નિમણુંક મેળવતા શ્રી જયંતે  જણાવ્યું હતું કે તેઓ વર્જિનિયામાં વસતા 8 લાખ જેટલા સ્મોલ બિઝનેસધારકોના ટેક્સ સહિતના તેમજ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીને લગતા પ્રશ્નો હલ કરશે
આ વ્યવસાયિકોમાં તેલુગુ તેમજ ભારતીય વ્યવસાયિકોની સંખ્યા ઘણી છે.આ માટે તેઓ પ્રજાના પ્રતિનિધિઓ તેમજ અધિકારીઓને મળીને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવશે

(7:16 pm IST)