Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

ચાઈના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર ( CPEC ) કોઈ પણ ભોગે પૂર્ણ કરાશે : 60 બિલિયન ડોલરના ખર્ચે નિર્માણ પામનારો આ કોરિડોર પાકિસ્તાનનું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે : ઇમરાનખાન

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના પ્રાઈમ મિનિસ્ટર ઇમરાનખાને ગઈકાલ શુક્રવારે જણાવ્યું હતું કે ચાઈના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર કોઈ પણ ભોગે પૂર્ણ કરાશે જે 60 બિલિયન ડોલરના ખર્ચે નિર્માણ પામનારો છે. આ કોરિડોર પાકિસ્તાનનું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે
ખાને ઉમેર્યું હતું કે બંને દેશોના આર્થિક અને સામાજિક આદાનપ્રદાન માટે આ કોરિડોર મહત્વનું માધ્યમ બની રહેશે જે વહેલી તકે પૂર્ણ થાય તે માટેના પ્રયત્નો ચાલુ છે.

(6:34 pm IST)