Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

આવતા બે મહિનામાં ભારતને મળશે પહેલું રાફેલ વિમાન

આગામી બે વર્ષમાં ભારતીય વાયુસેનાને બધા 36 રાફેલ વિમાનોની ડિલીવરી કરી દેવાશે

 

નવી દિલ્હી :ભારતમાં રહેલા ફ્રાંસના રાજદૂત એલેક્જેંડર જિગલરે કહ્યું કે, આવતા બે મહિનામાં ભારતને પહેલું રાફેલ વિમાન મળી જશે, જે બિલકુલ સમયાનુંસાર હશે. આવતા બે વર્ષમાં ભારતીય વાયુસેનાને બધા 36 રાફેલ વિમાનોની ડિલીવરી કરી દેવામાં આવશે,

    ભોપાલમાં એક કાર્યક્રમમાં એક વરિષ્ઠ રાજદૂતે કહ્યું કે વર્ષે સપ્ટેમ્બરમાં પહેલું રાફેલ વિમાન ભારતને મળી જશે, જેનાથી ભારતીય વાયુ સેનાની તાકાતમાં વધારો થશે. રાફેલ એક શ્રેષ્ઠ વિમાન છે. ભારતે આની પસંદગી કરવા બદલ અમે ધન્યતા અનુંભવીએ છીએ.

    રાફેલ વિમાનની ખરીદી પર થયેલા વિવાદ પર જિગલરે કહ્યું કે મને વિવાદમાં કોઈ રસ નથી. અમે પરિણામોમાં વિશ્વાસ રાખીએ છીએ અને સાચુ છે કે આવતા બે મહિનામાં રાફેલ ભારતમાં આવી જશે. મને તેના પર ગર્વ છે

    ભારત અને ફ્રાન્સની ભાગીદારીના સવાલ ઉપર જિગલરે કહ્યું કે આ એક વ્યૂહાત્મક ભાગીદારી છે. આ સામાજિક સુરક્ષાના મુદ્દા, રક્ષા, અવકાશ સહકાર અને અન્ય મુખ્ય મુદ્દા ઉપર આધારિત છે. આર્થિક ધોરણે પણ આ ભાગીદારી મજબુત થઈ રહી છે અને વધારે ફ્રાંસીસી રોકાણ ભારતમાં આવી રહ્યું છે

(11:43 pm IST)