Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

મહારાષ્ટ્રના વધુ એક નેતાની દબંગાઈ ;શિવસેનાના કોર્પોરેટર મિલિંદ વૈદ્યએ ચિકનના વેપારીને માર્યો

માહિમની માછીમાર કોલોનીમાં ચિકનથી ભરેલ વાહનના પાર્કિગ મુદ્દે વિવાદ

 

મુંબઇમાં શિવસેનાના કોર્પોરેટર મિલિંદ વૈદ્ય દ્વારા ચિકન વેપારીઓ સાથે મારપીટ કરવાનો એક મામલો પ્રકાશમાં આવ્યો છે. ઘટના રેલવે સ્ટેશન પાસે માહિમની માછીમાર કોલોનીની છે. જ્યાં ચિકનથી ભરેલ વાહનના પાર્કિગ મુદ્દે વિવાદ થયો હતો.

  પાર્કિગથી નારજ મહાનગરપાલિકાના સભ્યએ ટ્રકની નજીક ઉભેલ ચિકન વેપારી સાથે મારપીટ શરૂ કરી હતી. મહાનગરપાલિકાના સભ્યની સાથે વધુ એક શખ્સ પણ હાજર હતો તેણે પણ મારપીટને સમર્થન કર્યું હતું, સમગ્ર ઘટના અંગેનો એક VIDEO તાજેતરમાં વાયરલ થયો છે જો કે, મામલે હજી કોઇપણ કાયદેસરની કાર્યવાહી થઇ નથી

(10:57 pm IST)