Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

આઝમ ખાનની મુશ્કેલીમાં વધારો :જયા પ્રદા અલ્હાબાદ હાઇકોર્ટમાં પહોંચી લોકસભાનું સભ્યપદ રદ્દ કરવા માગ

ઓફિસ ઓફ પ્રોફિટ અને કરપ્ટ પ્રેક્ટીસનાં આધારે આઝમ ખાનનું સાંસદ પદ રદ્દ કરવાની માગ કરી

 

નવી દિલ્હી :પૂર્વ સાંસદ અને ફિલ્મ અભિનેત્રી જયા પ્રદાએ રામપુર લોકસભા બેઠકનાં સાંસદ અને સમાજવાદી પાર્ટીનાં નેતા આઝમ ખાન સામે હાઇકોર્ટમાં અરજી કરી છે  આઝમ ખાનની જીતને જયા પ્રદાએ અલ્હાબાદ હાઇકોર્ટમાં પડકારી છે.

  જયાપ્રદાનાં વકીલ તરીકે રાજ્યસભા સાંસદ અમર સિંહ પણ અલ્હાબાદ હાઇકોર્ટમાં પહોંચ્યા હતાં. જયા પ્રદા વતી હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને તેમણે આઝમ ખાનનું લોકસભાનું સભ્યપદ રદ્દ કરવાની માગ કરી છે. અરજીમાં ઓફિસ ઓફ પ્રોફિટ અને કરપ્ટ પ્રેક્ટીસનાં આધારે આઝમ ખાનનું સાંસદ પદ રદ્દ કરવાની માગ કરી છે

    સાથે લોકસભા ચૂંટણીમાં આઝમ ખાન દ્વારા જયા પ્રદા વિરૂદ્ધ કરવામાં આવેલા વાણી વિલાસને અરજીમાં આધાર બનાવવામાં આવ્યો છે. જયા પ્રદાનાં વકીલ અમર સિંહનાં જણાંવ્યા પ્રમાણે, તેઓ માત્ર જયા પ્રદાની નહિં પરંતુ મહિલા સન્માનની લડાઇ લડી રહ્યા છે

 . સાંસદ અમર સિંહ સમાજવાદી પાર્ટીનાં અધ્યક્ષ અખિલેશ યાદવી તુલના કાલીદાસ સાથે કરી હતી. તેમણે જણાંવ્યું કે અખિલેશ જે ઝાડ પર બેસ્યા તેની ડાળ કાપી નાંખી. અમર સિંહ બોલ્યા કે, પિતા(મુલાયમ સિંહ), કાકા શિવપાલ યાદવ અને મને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા, તેથી સપા વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં બહુ ખરાબ રીતે હારી ગઇ. .

(10:35 pm IST)