Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

ચુંટણીને નહી,આવનારી પેઢીઓને ધ્યાને રાખીને બજેટ બનાવાયુ: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા

નવા ભારતનું સ્વપ્ન સાકાર કરવા દીશા નક્કી કરવામાં આવેલછે

 

નવી દિલ્હી : વર્ષ ૨૦૧૯-૨૦ માટે સરકારના બજેટ અંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ  માંડવિયાએ જણાવેલ છે. કે બજેટટોકન એપ્રોચથી ટોટલ એપ્રોચતરફ જઇને આવનારી પેઢીઓને ધ્યાને રાખીને બનાવવામાં આવેલુ બજેટ છે.

  તેઓએ વધુમાં જણાવ્યું હતું કે બજેટમાં આવનારી પેઢીઓને ધ્યાને રાખી નવા ભારતનું સ્વપ્ન સાકાર કરવા દીશા નક્કી કરવામાં આવેલ છે. દેશમાં આર્ટીફિસીયલ ઇન્ટેલીજન્સી,ઇન્ટરનેટ ઓફ થીંગ્સ,લેસ-કેશઇકોનોમી,ઇલેક્ટ્રીસીટી માટે વન નેશનવન ગ્રીડ,વોટર ગ્રીડ,રેલ ગ્રીડ,રોડ ગ્રીડ,સ્વચ્છ ભારત, પર્યાવરણ બચાવવાના પગલા,ઝીરો બજેટ ફાર્મીંગ,ક્લીન ઇકોનોમી તમામ પગલાં એક એવા ભારતનું નીર્માણ કરશે જેના માટે દરેક ભારતીયએ સ્વપ્ન સેવ્યું છે.

(10:09 pm IST)