Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

ભારતીય પાસપોર્ટ ધરાવતા એનઆરઆઇને રાહત : સરળતાથી આધારકાર્ડ બની શકશે

આધારકાર્ડ મળવાથી આઇટીઆર ફાઇલ કરવામાં સરળતા રહેશે : ૧૮૦ દિવસની રાહ જોવી નહિ પડે

નવી દિલ્હી, તા. પ :  નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં જાહેરાત કરી છે કે ભારતીય પાસપોર્ટ ધરાવતા એનઆરઆઇને દેશમાં આવે ત્યારે આધારાર્ડ આપવામાં આવશે. હાલમાં ભારતય પાસપોર્ટ ધરાવતા એન.આર.આઇ.ને આધાર કાર્ડ મેળવવા ૧૮૦ દિવસ રાહ જોવી પડે છે.

સીતારમણે પોતાના ભાષણમાં કહ્યું કે ભારતીય પાસપોર્ટ ધરાવતા એનઆરઆઇને ૧૮૦ દિવસની જરૂરી સીમા સુધી રાહ જોયા વગર આધાર કાર્ડ આપવામાં આવશે. નાણાપ્રધાનની આ જાહેરાતથી એનઆરઆઇ લોકોને મોટો ફાયદો થશે. તેઓ પોતાનું કેવાયસી સરળતાથી પુરૂ કરી શકશે અને દેશની અંદર નાણાકીય લેવા-દેવડ કરી શકશે.  એટલું જ નહીં આધાર કાર્ડ જલ્દી મળવાથી એનઆરઆઇ પોતાનું આઇ ટી રીટર્ન પણ ઝડપી ફાઇલ કરી શકશે. અત્યારના આધાર નિયમો પ્રમાણે દેશના દરેક નાગરિકને આધાર નંબર મેળવવાનો અધિકાર છે.

(4:10 pm IST)