Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

ઘાટકોપર મોટા સંઘમાં રવિવારે પૂ. ધીરગુરુદેવનો ચાતુર્માસ પ્રવેશ

પુસ્તક વિમોચન વિધિ સમારોહ

રાજકોટ તા. પ :.. ભારતભરમાં મોખરાનું સ્થાન ધરાવનાર અને બૃહદ મુંબઇના સૌથી મોટા શ્રી હિંગવાલા લેન ઉપાશ્રયના ૯૦ વર્ષના ઇતિહાસમાં ચતુર્થ ચાતુર્માસની નિશ્રાપ્રદાન કરનારા સૌથી પ્રથમ સંત પૂ. શ્રી ધીરગુરુદેવ અને સાધ્વીજી પૂ. નયનાજી  મ.સ. ઠાણા-૩ નો મંગલ પ્રવેશ તા. ૭ ને રવિવારે સવારે ૯-૧પ કલાકે યોજાયેલ છે.

સંઘ પ્રમુખ બિપીનભાઇ સંઘવીની યાદી અનુસાર સમગ્ર સ્થાનકવાસી સમાજમાં રાય્યાદાન - મહાદાનના ઉદઘોષક પૂ. શ્રી ધીરગુરૂદેવના અનુગ્રહથી મોટા ઉપાશ્રયનું કરોડોના ખર્ચે સાતાકારી નૂતનીકરણ થવા પામેલ છે.

આવા પરમોપકારી પૂ. શ્રી ધીરગુરૂદેવનો નગરપ્રવેશ તા. પ ના ગારોડીયાનગર સંઘમાં સવારે ૮ કલાકે અને તા. ૬ ના શનિવારે ૬૦ ફુટ રોડ ખાતે મલ્લિકા એપાર્ટમેન્ટમાં ચંદનબેન બદાણીના નિવાસે પધરામણી બાદ તા. ૭ ના સવારે નવકારશી બાદ ૮.૩૧ કલાકે સર્કલ સંઘની પ્રવેશ યાત્રા અને ૯.૩૧ કલાકે 'ડુંગર દરબાર' ઝવેરબેન સભાગૃહમાં કોલકાતાના શ્રેષ્ઠી ચંદ્રવદનભાઇ દેસાઇની અધ્યક્ષતામાં સ્વાગત સમારોહ અને ઝીલે વચન ખૂલે નયન - વ્યાખ્યાન સંગ્રહનો વિમોચન વિધિ યોજાશે.

આ પ્રસંગે દેશ-વિદેશના મહાનુભાવો તેમજ સાંસદ મનોજ કોટક, આમદાર પ્રકાશ મહેતા સહિત ભાવિકો હાજરી આપશે. કાર્યક્રમને સફળ બનાવવા સંઘ જહેમત ઉઠાવી રહેલ છે.

(3:42 pm IST)