Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

બહુમાળીયા એપાર્ટમેન્ટમાં રહેતા લોકોને હૃદયરોગ-ડાયાબિટીસ થવાનો ખતરોઃ સંશોધન

કુદરતી પર્યાવરણમાં નથી રહેતાઃ આસપાસ વધુ હોય છે પ્રદુષણ

નવી દિલ્હી, તા.પઃ રિસર્ચર્સે એપાર્ટમેન્ટમાં રહેનારા અને પ્રદૂષણથી પ્રભાવિત લોકોની વચ્ચે લિંક પર સંશોધન કર્યું. તેમાં જાણવા મળ્યું છે કે એપાર્ટમેન્ટમાં રહેતા મોટા ભાગના લોકો કુદરતી પર્યાવરણમાં નથી રહેતા અને તેમની આસપાસના પ્રદૂષણનું પ્રમાણ વધારે હોય છે.મેટ્રો સિટીમાં જમીન ખર્ચાળ બનતા લોકો, એપાર્ટમેન્ટમાં રહેવું પસંદ કરે છે. કદાચ આ જ કારણે છે કે શહેરોમાં એપાર્ટમેન્ટ કલ્ચર વધારે છે. પરંતુ શું તમે જાણો છો કે બહુમાળીયા એપાર્ટમેન્ટમાં રહેનારા લોકોમાં શુગર અને હૃદયની બીમારીઓનું જોખમ વધુ થાય છે. તાજેતરમાં જ થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે ઉંચા એપાર્ટમેન્ટમાં રહેતા લોકો પ્રકૃતિથી દૂર થતા જય છે. આ જ કારણ છે કે તેમના પ્રદૂષણની અસર સૌથી વધુ થાય છે.

સંશોધનકારોએ એપાર્ટમેન્ટમાં રહેનારા અને પ્રદૂષણથી પ્રભાવિત લોકોની વચ્ચે લિંક પર સંશોધન કર્યું. તેમાં જાણવા મળ્યું છે કે એપાર્ટમેન્ટમાં રહેતા મોટા ભાગના લોકો કુદરતી પર્યાવરણમાં નથી રહેતા અને તેમની આસપાસના પ્રદૂષણનું પ્રમાણ વધારે હોય છે. આ જ કારણ છે કે આવા લોકો ઝડપી ઉદાસ થી જાય છે અને તેમાં મેટાબોલિક સિન્ડ્રોમનું જોખમ પણ વધુ રહે છે.એપાર્ટમેન્ટમાં રહેતા લોકોમાં ટ્રાઇગ્લિસરાઇડનું સ્તર વધે છે અને લિપોપ્રોટીન કોલેસ્ટેસ્ટ્રોલ અત્યંત ઓછું થાય છે. આ જ કારણ છે કે આવા લોકો ડાયબીટીઝ અને મોટાપાના શિકાર બને છે. આ પહેલા ઘણા સંશોધનોમાં આ મુદ્દો ઉદ્બવ્યો છે કે વિકાસશીલ દેશોમાં મોટાભાગના લોકોનું મૃત્યુ હાર્ટ એટેક અથવા હૃદયની બીમારીઓથી થાય છે.

હાઈ બ્લડપ્રેશર અને મેટાબોલિઝમ સિન્ડ્રોમ હૃદયથી સંબંધિત બીમારીઓનું મુખ્ય કારણ માનવામાં આવે છે. સંશોધકોનું કહેવું છે કે આ મુશ્કેલીઓમાંથી છૂટકારો મેળવવા માટે એપાર્ટમેન્ટમાં રહેનારા મોટાભાગના લોકો તેમની આસપાસ લીલાં ઝાડ-પાન અને છોડ લગાવવા જોઈએ, જેથી વાયુ પ્રદૂષણ ઓછું થાય અને હવામાં ઓકિસજનનું સ્તર વધે.

(3:41 pm IST)