Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

કસ્ટમ ડયુટી વધતા સોના-ચાંદીના ભાવમાં ભડકો

બજેટમાં સોનું અને કિંમતી ધાતુઓની કસ્ટમ ડયુટીમાં રપ૦ ટકા વધારવાનું એલાન : ૧૦ ટકા હતી હવે થઇ ૧ર.પ૦ ટકા : સોનામાં રૂ. ૮૦૦ અને ચાંદીમાં રૂ. ૧૦૦૦નો ભાવ વધારો થઇ ગયો

નવી દિલ્હી, તા. પ :  સરકારે સોનુ અને અન્ય કિંમતી ધાતુઓ પર કસ્ટમ ડયુટી વધારી દીધી છે. નાણાંકીય વર્ષ ર૦૧૯-ર૦ માટે સામાન્ય બજેટને રજુ કરીને નાણામંત્રી સીતારમને સોનું અને અન્ય કિંમતી રત્નો પર કસ્ટમ ડયુટી ર.પ ટકા વધારવાની જાહેરાત કરી છે. હાલમાં તેના પર૧૦ ટકા કસ્ટમ ડયુટી લાગે છે, જે વધીને ૧ર.પ ટકા થશે. તેનાથી સોના અને કિંમત ઘરેણા મોંઘા થશે.  સામાન્ય બજેટમાં મોંઘવારીમાં રાહતની આશા રાખતા લોકોને મોટો ઝટકો લાગ્યો છે. બજેટમાં નાણામંત્રી એ સોના-ચાંદીની આયાત પર કસ્ટમ ડયુટી વધારવાની જાહેરાત કરી નાણામંત્રીના એલાન બાદ બજારમાં વાયદા બજારમાં સોના-ચાંદીના ભાવો ભડકે બળવા લાગ્યા એમસીએકસ પર સોનાની કિંમતો બજેટનું ભાષણ પુરૂ થતા જ ૮૦૦ રૂપિયા સુધી પહોંચી ગયો. બીજીબાજુ ચાંદીમાં ૧૦૦૦ રૂપિયાનો વધારો જોવા મળ્યો.

ઉલ્લેખનીય છે કે નાણામંત્રી નિર્મલા સીતારમને બજેટમાં સોનુ અને ચાંદીની આયાત પર અત્યાર સુધી સોના-ચાંદીની આયાત પર કસ્ટમ ડયુટીનો દર ૧૦ ટકા હતી એવામાં ર ટકાનો વધારો કરવામાં આવ્યો છે.  નાણામંત્રીની જાહેરાત બાદ એમસીએકસ પર સોનાની ઓગસ્ટ વાયદા કિંમતોએ ૩પ,૧૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામનું ઉચ્ચતમ સ્તર આંબી ગયો બીજીબાજુ ચાંદીનો સપ્ટેમ્બર વાયદા ૩૯,૯૪૦ રૂપિયા પ્રતિકિલોના સ્તરે પહોંચી ગયો.

(3:39 pm IST)