Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

ઇલેકટ્રીક ગાડી ખરીદવા પર ઇન્કમ ટેક્ષમાં ૧.પ લાખની છૂટ

જીએસટી ૧ર ટકાથી ઘટાડીને પ ટકા કરાયો

નવી દિલ્હી તા. પ :.. નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ઇલેકટ્રીક ગાડીઓને પ્રોત્સાહન આપવા માટે બજેટમાં ઘણી જાહેરાતો કરી છે. બજેટમાં ઇલેકટ્રીક ગાડીઓ પર જીએસટી ૧ર ટકાથી ઘટાડીને પ ટકા કરી દેવાયો છે. આ ઉપરાંત, ઇલેકટ્રીક ગાડી ખરીદવા માટે લીધેલી લોન પર મુકવવાના વ્યાજ પર ૧.પ લાખ સુધીની આવકવેરામાં છૂટ પણ મળશે. સરકાર આ પગલા દ્વારા લોકો માટે ઇલેકટ્રીક ગાડીઓ સસ્તી બનાવવા માગે છે.

નાણાપ્રધાને ઇલેકટ્રીક ગાડીઓ અને તેમાં ઉપયોગમાં લેવાતી બેટરી માટે ઇન્સેન્ટીવની પણ જાહેરાત કરી છે. આ ઇન્સેન્ટીવ FAME II (ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફ્રેકચરીંગ ઓફ હાઇબ્રીડ એન્ડ ઇલેકટ્રીક વ્હીકલ્સ યોજના હેઠળ મળશે.

(3:34 pm IST)