Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

રેલવે બજેટ ર૦૧૯

મુસાફર ભાડા માટે નવી યોજના લાગુ કરાશે : કરોડોના ખર્ચે વિકાસ કરાશે

ર૦૧૮-ર૦૩૦ વચ્ચે ઇન્ફ્રાસ્ટ્રકચર સુધારવા માટે પ૦ લાખ કરોડની જરૂર પડશે : ૩૦૦ કિ.મી. મેટ્રો રેલ પરિયોજનાને અપાઇ મંજુરીઃ પીપીપી મોડલના આધારે રોકાણ કરાશે

નવી દિલ્હી, તા. પ : નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, રેલવેના ઇન્ફ્રાસ્ટ્રકચરમાં સુધાર કરવાની જરૂર છે. 2018થી  2030 વચ્ચે ઇન્ફ્રાસ્ટ્રકચર સુધારવા માટે 50 લાખ કરોડ રૂપિયાની જરૂરત પડશે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલના આધારે રોકાણ કરવામાં આવશે. વિકાસના કામોમાં ઝડપ લાવવા માટે સરકાર પીપીપી મોડલ પર ભાર મુકી રહી છે. આ ઉપરાંત રેલવેમાં આદર્શ મુસાફરી ભાડા યોજના અમલમાં મુકવાની જાહેરાત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, 300 કિલોમીટર મેટ્રો રેલ પરિયોજનાને મંજૂરી આપવામાં આવી છે.

નાણા મંત્રીએ કહ્યું કે, ભારતીય રેલવેની મેટ્રો અને લાંબા અંતરની સેવાવાળી નાના શહેરોમાં સારૂ કામ કરી રહી છે. તેમણે કહ્યું કે, 2022 ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરનું કામ પુરૂ કરવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે, નાના શહેરોમાં રેલ સેવા વધારવા માટે ભાર મુકવામાં આવશે. આદર્શ મુસાફર ભાડું યોજના અમલમાં લવાશે. ઝડપથી વિકાસ કરવા માટે રેલવેમાં વ્યકિતગત ભાગીદારી વધારવામાં આવશે. તેમણે કહ્યું કે, વર્ષ 2018-19માં, 300 કિલોમીટર મેટ્રોને મંજૂરી આપવામાં આવી છે

બજેટ 2019-20 રજૂ કરતાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ગજબ આત્મવિશ્વાસ દર્શાવ્યો છે. દેશની જનતાએ દેશના સૌથી મોટા લોકતંત્રનો ઉત્સવ મનાવ્યો હોવાનું ગણાવતાં મોદી સરકારની બમ્પર જીત પર જનતાનો આભાર માન્યો હતો. બજેટ રજૂ કરતાં તેમણે કહ્યું કહ્યું કે, મોદી સરકારે પાંચ વર્ષમાં દેશમાં વિકાસના અનેક રસ્તા ખોલ્યા છે. અનેક ક્ષેત્રે સિધ્ધિઓ મેળવી છે. દેશનો આર્થિક વિકાસ દર મજબૂત થઇ રહ્યો છે. દેશ આજે ન્યૂ ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યો છે. સ્વદેશી મંત્ર સાથે સરકાર આગળ વધી રહી છે અને માળખાકીય સુવિધાઓ પર ભાર મુકવામાં આવ્યો છે. દેશ આજે ગગનયાન, ચંદ્રયાન અને સેટેલાઇટ ક્ષેત્રે આગળ વધી રહ્યો છે.

(3:32 pm IST)