Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

બજેટ ૨૦૧૯-૨૦

 * રેલ્વેમાં અમુક લાઈન ઉપર પીપીપી ભાગથી શરૂ કરવામાં આવશે

* આમ પ્રાઈવેટ સેકટરને રેલ્વેમાં કાર્યશીલ થશે

* વિમા ક્ષેત્રે ૧૦૦% વિદેશોને રોકાણ કરવાની છુટ આપવામાં વિચારે છે

* એમએસએસઈ માટે ૩૫૦ કરોડ ફંડ ફાળવવા આવેલ છે જેથી સ્મોલ ઈન્ડસ્ટ્રીઝને વધુ ફંડ મળશે

* પ્રધાનમંત્રી આવાસ યોજના માટેનો લક્ષ્ય પૂરો કરવામાં આવશે

* ઈશરો માટે મોટુ ફંડ ફાળવી વધુ પ્રગતિ કરવા પ્રોત્સાહન આપવામાં આવશે.

* ૨૦૨૨ સુધીમાં દરેક રસોડામાં ગેસની વ્યવસ્થા હશે નવા ૧.૯૫ કરોડ ઘરોમાં ગેસ કનેકશન મળશે

* ગામડાઓને શહેરો સાથે જોડવા માટે ગ્રામ્ય રસ્તાઓ બનાવવા માટે મોટી રકમ ફાળવવામાં આવેલ છે : દરેક દિવસે ૧૩૫ કિલો મીટરના રોડ બનશે

* પાંચ વર્ષમાં ૧.૨૫ લાખ કિલોમીટરના નવા રોડ બનશે

* કઠોળના ઉત્પાદનમાં ભારતીય કિશાનોએ ઉત્પાદન વધારેલ હોવાથી ભાવ કન્ટ્રોલમાં રહ્યા છે તથા આયાત કરવાનું બંધ થયેલ છે.

* ભારતની જલ - સુરક્ષા માટે દરેક દરેક ઘરોને પીવાનું પાણી મળે તે માટે તાત્કાલીક પગલા લઈ *૨૦૨૪ સુધીમાં દરેક ઘરે પીવાનું પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

* સરકાર ઈલેકટ્રીક મોટરો તથા બસ માટે વધુને વધુ રાહતો આપશે.

* સ્વચ્છ ભારત યોજનાએ ઘણી સફળતા મળેલ છે. ૬ કરોડ શૌચાલય બનાવેલ છે તેવી જ રીતે હજુ સ્વચ્છતા યોજનામાં વધુ ફાળવણી કરશે.

* પ્રધાનમંત્રી ગ્રામીણ ડીજીટલ યોજના હેઠળ દરેક નાના ગામડા - પંચાયતોને જોડવામાં આવશે.

* ૨૦૨૪ સુધીમાં દરેકને ઘર, પાણી તથા વિજળી મળશે

* શહેરોમાં ૨૬ લાખ આવાસ મકાનો બનાવવામાં આવેલ છે : તેમાંથી ૨૪ લાખ ફાળવવામાં આવેલ છે. હજુ વધુ મકાનો બનાવવામાં આવશે. કુલ ૮૧ લાખ આવાસ મકાન બનશે.

* શહેરોમાં રેલ્વે સેવામાં વધુને વધુ ટ્રેનો ફાળવણી કરી વધુ સગવડ ઉભી કરવામાં આવશે.

* નાના ઉદ્યોગોને ૫૯ સેકન્ડમાં લોન પ્રાપ્ત થાય તે રીતે કાર્યશીલ બનાવવામાં આવશે.

* વિશ્વ ઉચ્ચ શિક્ષણમાં ભારતની કોઈપણ યુનિવર્સિટી પાંચ પહેલા એક પણ નહતી હવે ફકત ત્રણ જ યુનિવર્સિટીનો તેમાં ક્રમ છે. વધુને વધુ યુનિવર્સિટીનો નંબર આવે તે માટે ૪૦૦ કરોડ ફાળવવામાં આવશે.

* સ્વયંમ અભ્યાસ માટે ઓનલાઈન અભ્યાસમાં કરવા ડીજીટલ વેગે વધુ ફાળવશે.

* ભારતને ઉચ્ચ શિક્ષણ માટે વિશ્વમાં હબ બનાવવાનો પ્રયત્નો કરવામાં આવશે.

* ૩૬ કરોડ એલ.ઈ.ડી. બલ્બ વેચાણ કરવામાં આવેલ છે હજુ એલ.ઈ.ડી. બલ્બથી ખૂબ જ વિજળી બચત થયેલ છે.

* ''નારી તુ નારાયણી'' આ સ્વામી વિવેકાનંદના શબ્દો મુજબ મહિલાઓની ભૂમિકામાં વધારો કરવામાં આવશે. તમામ ક્ષેત્રે નારીઓને વધુ તકો આપવામાં આવશે.

* મુદ્રા સ્કીમમાં દરેક મહિલાને રૂ.૧ લાખ સુધી લોન આપવાની યોજના છે. તે હવે કોઈપણ મહિલાને વ્યવસાય - ધંધો કરવા લોન અપાશે.

* એન.આર.આઈ.ને પણ હવે આધાર કાર્ડ મળી શકશે. હવે તેમણે ૧૮૦ દિવસ રોકાવવાની જરૂરીયાત નથી.

* વિદ઼ેશોમાં અનેક દેશોમાં ૧૮ નવા ભારતીય દૂતાવાસ ખોલવાથી સ્થાનિક ભારતીયોને મદદ મળશે.

 બેન્કીંગ સિસ્ટમ માટે

*એનપીએમાં ૪ લાખ કરોડ નવા કાયદા આવેલ હોવાથી નાણા ઉઘરાવ્યા છે.

* ૭૦૦૦૦ કરોડ ૬ બેંકોને સરકાર તરફથી ફાળવણી કરવામાં આવશે તથા બેન્કીંગ સિસ્ટમમાં અનેક ફેરફારો કરવામાં આવશે.

(3:28 pm IST)