Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

વિમા ક્ષેત્રમાં ડાયરેકટ વિદેશી રોકાણ થશે ૧૦૦ ટકા

એવીએશન, મીડિયા એનીએશન પણ ૧૦૦ ટકા એફડીઆઇની છુટ

નવી દિલ્હી તા ૫  :  ૨૦૧૯-૨૦ નું બજેટ સંસદમાં રજુ કરતા નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કહયું કે ડાયરેકટ વિદેશી રોકાણ (એફ.ડી.આઇ.) બાબતે ભારતને  દુનિયાનો સોૈથી સારો અને પસંદગીનો દેશ બનાવીશું આખી દુનિયાને જોઇએ તો ભારતમાં એફડીઆઇ મજબુત રહયો છે. આપણે દેશમાં વરસો વરસ ૬ ટકાનો એફડીઆઇ વિકાસ જોયો છે.

સીતારમણે કહયું કે ભારતને દર વર્ષે ૨૦ લાખ કરોડ રૂપિયાના રોકાણની જરૂર છે. એવિએશન, મીડીયા એનિએશન અને ઇન્સ્યોરન્સમાં એફ.ડી.આઇ. ની જરૂર છે.ઇન્સ્યોરન્સ ઇન્ટરમીડીએટરીઝના ક્ષેત્રમાં ૧૦૦ ટકા એફ.ડી.આઇ. ની છુટ મળશે. છેલ્લા પ વર્ષો દરમ્યાન ભારતે ૨૩૯ બીલીયન ડોલરની એફ.ડી.આઇ. આકર્ષિત કરી છે.

(3:26 pm IST)