Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

સરકારી હોસ્પિટલમાં એક જ બેડ પર મહિલા અને પુરુષ દર્દી, Video વાઈરલ

ઇન્દોર, તા.પઃ ઈંદોર સ્થિત મધ્ય પ્રદેશની સૌથી મોટી સરકારી મહારાજા યશવંતરાવ હોસ્પિટલમાં એકસ-રે માટે બે દર્દીઓ મહિલા અને પુરુષને એક જ સ્ટ્રેચર શેર કરવા માટે મજબૂર કરવામાં આવ્યા. બંને એક બીજાથી અજાણ્યા હતા. ખંડવા જિલ્લાના પંદ્યાનાની રહેવાસી સંગીતાને ૧૨ દિવસ પહેલા એક અકસ્માતમાં ઈજા પહોંચતા એમવાય હોસ્પિટલ રિફર કરવામાં આવી હતી. તેના જમણા પગમાં ફ્રેકચર હતું.

તેમના પતિ ધર્મેન્દ્રએ કહ્યું, શ્નમારી પત્નીને ઓર્થોપેડિક વોર્ડમાં એડમિટ કરવામાં આવી હતી. સ્ટ્રેચરની અછત હોવાનું કહેતા તેને અન્ય કોઈ પુરુષ દર્દી સાથે એક જ સ્ટ્રેચરમાં જરૂરી રિપોર્ટસ કરાવવા માટે લઈ જવામાં આવી. અમારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો એટલા માટે અમારે પરવાનગી આપવી પડી હતી.

વીડિયો વાઈરલ થયા બાદ, હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. પીએસ ઠાકુરે ડોકટરો, નર્સો અને વોર્ડ બોય સહિત ઓર્થો વોર્ડના કર્મચારીઓને શોકોઝ નોટિસ આપી છે. આ મામલે તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવશે.

(1:14 pm IST)