Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

આધાર સંશોધન બિલ લોકસભામાં પાસઃ બેન્ક ખાતા માટે આધાર ફરજીયાત નહીં

બેન્કો અને મોબાઈલ કંપનીઓમાં કેવાયસી ફોર્મમાં આધાર વૈકલ્પિક રહેશે

નવી દિલ્હી, તા.પઃ લોકસભામાં આધાર સંશોધન બિલ ૨૦૧૯ પાસ થઈ ગયું છે. કેન્દ્રીય સંચાર અને સૂચના પ્રસારણ મંત્રી રવિશંકર પ્રસાદે આધાર સંશોદન બિલ, ૨૦૧૯ રજૂ કર્યું અને વિપક્ષના એક સભ્યની આપત્તિને ફગાવતા કહેવામાં આવ્યું કે, આમાં કાયદાનું અનુપાલન કરવામાં આવ્યું છે. આ બિલમાં નાગરીકોની પ્રાઈવેસી સુરક્ષિત રાખવા અને દુરઉપયોગ રોકવા માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. બેન્કો અને મોબાઈલ કંપનીઓમાં કેવાયસી ફોર્મમાં આધાર વૈકલ્પિક રહેશે. આધાર ફરજીયાત નહી રહે. એ સુનિશ્યિત કરવામાં આવશે કે, કોઈ પણ આધાર ન હોવાના કારણે સરકારી યોજનાથી વંચિત રહી ન જાય.

સૂચના અને પ્રસારણ મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, દેશના ૧૩૦ કરોડ લોકોમાંથી ૧૨૩ કરોડ લોકોએ આધારને સ્વીકાર કર્યું છે. આધાર દ્વારા ડાયરેકટ ટ્રાંસફરના કારણે દેશને ૯૦ હજાર કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આ બીલ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર પસાર કરવામાં આવ્યું છે.

૧.સરકાર તરફથી જાણકારીમાં બતાવવામાં આવ્યું છે કે, આ નિર્ણયના આધાર પર હવે રેગ્યુલેટર શ્ત્ઝ્રખ્ત્ ના લોકોના હિતમાં નિર્ણય લેવા અને આધારના ખોટા પ્રયોગને રોકવામાં મદદ મળશે.

૨. કોઈ પણ વ્યકિતને આધાર દ્વારા પોતાની ઓળખ પ્રમાણિત કરવાની ફરજ નહીં પાડી શકાય.

૩. સંસદ તરફથી બનાવવામાં આવેલા કાયદા હેઠળ કેટલાક મામલામાં પોતાની ઓલખ માટે તેને રજૂ કરવાનું જરૂરી હશે

૪. બેન્ક ખાતુ ખોલવા માટે આધાર દેખાડવું ફરજીયાત નહી હોય અને મોબાઈલ સીમ માટે પણ આધાર આપવું ફરજીયાત નહીં હોય. ૧૨ આંકડાના વાસ્તવિક આદાર નંબરના બદલે એક વર્ચ્યુઅલ આઈડેન્ટીટીથી પણ પોતાની ઓળખ પ્રમાણિત કરી શકાશે.

૫. બાળકોએ પણ ૧૮ વર્ષ બાદ પોતાનો આધાર નંબર રદ્દ કરાવવાનો અધિકાર રહેશે.

૬.  કેન્દ્ર અને રાજય સરકાર માત્ર ત્યાં જ ઓળક પ્રમાણિત કરવા માટે આધાર જરૂરી કરી શકે છે, જયાં ઓથોરિટી દ્વારા નિર્ધારિત સુરક્ષા સંબંધિ ચિંતા થતી હોય.

૭. આધાર એકટની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા પર ૧ કરોડ રૂપિયા સુધીની સિવિલ પેનલ્ટી લગાવવામાં આવી શકે છે.

(1:12 pm IST)