Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

એર ઇન્ડિયાના કર્મચારી સાથે દારૂ આપવા બાબતે ઝઘડી પડેલ આઇરીસ મહિલાનો મૃતદેહ મળ્યોઃ આત્મહત્યા કરી ?

લંડનઃ મુંબઇથી લંડન જતી એર ઇન્ડિયાની ફલાઇટમાં ક્રુ સાથે અસભ્ય વર્તન કરવા બદલ જેલમાં જઇ આવેલી આયરલેન્ડની આંતરરાષ્ટ્રીય માનવાધિકાર વકીલ જેલમાંથી છુટયાના થોડા દિવસો પછી મૃત હાલતમાં મળી આવી હતી. ગયા વર્ષે વિમાનમાં દારૂ આપવાની ના પાડયા પછી ક્રુ મેમ્બરને વંશિય ગાળો બોલ્યા પછી તેમની પર થુંકવા બદલ સિમોન્સ બર્ન્સને છ મહિનાની જેલ થઇ હતી.

એણે આત્મહત્યા કરી હોવાનું મનાય છે. ૫૦ વર્ષની વકીલને મહિલાઓ માટેની જેલ બ્રોન્ઝેફિલ્ડમાંથી ૨૦ મેના રોજ પેરોલ અથવા લાઇસન્સ પર છોડવામાં આવી હતી અને ૧૩ દિવસ પછી દક્ષિણ-પૂર્વ ઇંગ્લેન્ડના ઇસ્ટ સસેકસમાં બીચી હેડ કિલફમાંથી મૃત હાલતમાં મળી આવી હતી.'પહેલી જૂનના રોજ મળેલી મહિલાની લાશને ઓળખી કાઢવામાં આવી હતી અને તે હોવની વકીલ સિમોન્સ બર્ન્સની હતી'એમ સસેકસના સ્થાનિક પોલીસ પ્રવકતાએ કહ્યું હતું.

'તેમની મોતને શંકાસ્પદ માનવામાં આવતી નથી અને તેમના નજીકના સગાઓને તેની જાણ કરી દેવાઇ હતી. આ કેસને કોરોનર્સ ઓફિસરને સોંપી દેવાયો હતો'એમ પ્રવકતાએ કહયું હતું.ઉત્ત્।ર આયરલેન્ડના બેલફાસ્ટમાં જન્મેલી અને ઓબ્રિયાન અટક પમ રાખતી બેરિસ્ટરે એપ્રિલમાં લંડનમાં આઇસ્લે ક્રાઉન કોર્ટમાં સુનાવણી દરમિયાન વિમાનમાં અસભ્ય વર્તણુંકની કબુલાત કરી હતી. તેના મૃત્ય પછી મિત્રોએ કહ્યું હતું કે તેને કરવામાં આવેલી સજાની તેના મગજ પર ખરાબ અસર થઇ હતી, કારણ કે તેણે વિમાનમાં જે કંઇ કર્યું હતું તે વાયરલ થયું હતું.

(1:11 pm IST)