Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

સિક્યોરિટી માટે બૉડી સ્કેનર ઉપયોગ કરનાર બેંગલુરુ કેંપેગૌડા એરપોર્ટ ;દેશમાં પ્રથમ બન્યું

બૉડી સ્કેનર દ્વારા સિક્યોરિટી ચેકિંગ થશે.

બેંગ્લુરુનું કેંપેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ ભારતનું પહેલુ એવુ એરપોર્ટ બનવા જઈ રહ્યુ છે જ્યાં બૉડી સ્કેનર દ્વારા સિક્યોરિટી ચેકિંગ થશે. અત્યાર સુધી દરેક જગ્યાએ મેટલ ડિટેક્ટર દ્વારા મુસાફરોનું ચેકિંગ કરવામાં આવે છે. શરીર સ્કેનર વાસ્તવમાં પારંપરિક સુરક્ષા ઉપકરણોથી વધુ સારુ છે એ નિર્ધારિત કરવા માટે એરપોર્ટ સંચાલકોએ પ્રૂફ ઑફ કૉન્સેપ્ટનો અભ્યાસ કર્યો હતો.

બ્યુરો ફૉર સિવિલ એવિએશન સેક્રેટરી (બીસીએએસ) હાઈપર સેંસિટીવ એરપોર્ટ્સ પર એપ્રિલ 2020 સુધી બૉડી સ્કેનર લગાવવુ અનિવાર્ય કરી દીધુ છે. સુરક્ષા જોખમો પ્રત્યે સંવેદનશીલ સુવિધાઓ માટે આને અનિવાર્ય કરવામાં આવ્યુ છે. આની અંદર દિલ્લી, મુંબઈ, કોલકત્તા, અમૃતસર, બેંગલુરુ, હૈદરાબાદ અને જમ્મુ-કાશ્મીરના ત્રણ એરપોર્ટ વર્ગીકૃત કરવામાં આવ્યા છે.

બેંગલુરુ ઈન્ટરનેશનલ એરપોર્ટના એક પ્રવકતાએ જણાવ્યુ કે કેંપેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આ પદ્ધતિની ટ્રાયલ 1 જુલાઈએ કરી દેવામાં આવ્યા છે અને આ ત્રણથી ચાર સપ્તાહ સુધી ચાલશે. તેમણે જણાવ્યુ કે સ્પેસિફિકેશન ઈશુના કારણે BCAS, BIAL મિલીમીટર વેવ ટેકનિકનો ઉપયોગ કરી રહ્યા છે. આ ટેકનિક ગર્ભવતી મહિલા અને પેસમેકર ઉપયોગ કરનાર માટે એકદમ સુરક્ષિત છે.

(1:02 pm IST)