Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

સાઉથ એશિયન બાર એશોશિએશન (SABA) નું 16 મું વાર્ષિક અધિવેશન એટલાન્ટા જ્યોર્જિયા મુકામે યોજાયું : એવોર્ડ વિજેતા લોયર્સનું બહુમાન કરાયું : .#SABACares નું લોન્ચિંગ કરાયું

એટલાન્ટા : યુ.એસ.માં સાઉથ એશિયન બાર એશોશિએશન (SABA) નું 16 મું વાર્ષિક અધિવેશન તાજેતરમાં એટલાન્ટા જ્યોર્જિયા મુકામે યોજાઈ ગયું

22 તથા 23 જુન વિકેન્ડ દરમિયાન યોજાયેલ આ અધિવેશનમાં ઇન્ડિયન અમેરિકન લોયર્સ શ્રી શિરીષ ગુપ્તા ,શ્રી નીલ ચેટરજી ,સુશ્રી એશા બંદોપાધ્યાય ,શ્રી રુધિર ક્રિસ્ટલ સહીત ના અગ્રણી લોયર્સ હાજર રહ્યા હતા.

આ તકે પબ્લિક ઇન્ટરેસ્ટ એચીવમેન્ટ એવોર્ડ વિજેતા શ્રી મનો રાજુ  ,તથા સુશ્રી શાલિની સ્વરૂપને અભિનંદન પાઠવાયા હતા.#SABACares,નું લોન્ચિંગ કરાયું હતું એક્ટર ઓથર તથા એક્ટિવિસ્ટ શ્રી મૌલિક પંચોલી SABA માં જોડાયા હતા.આગામી 17 મુ વાર્ષિક અધિવેશન 2020 ની સાલમાં સાન ફ્રાન્સિસ્કો મુકામે યોજાશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:23 pm IST)