Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

સુપ્રિમ કોર્ટનો ફેંસલો

હરેન પંડ્યા હત્યા કેસઃ ૧૨માંથી ૭ આરોપીઓ દોષિત

સુપ્રિમ કોર્ટે હાઇકોર્ટનો ફેંસલો પલ્ટાવ્યોઃ ફેર તપાસની માંગણી ફગાવાઇ

નવી દિલ્હી તા.૫: ગુજરાતના ભુતપૂર્વ ગૃહ પ્રધાન હરેન પંડ્યાની હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટે આજે નીચલી અદાલતનો ચુકાદા બરકરાર રાખીને ૧૨ આરોપીઓને દોષી ઠેરવ્યા છે. જો કે તેમને આપવામાં આવેલી સજા અંગેની માહિતી હજુ સુધી નથી મળી. ૨૦૦૧માં ગુજરાત હાઇકોર્ટે બધા આરોપીઓને નિર્દોષ ગણાવ્યા હતા જેના વિરૂધ્ધ સીબીઆઇ અને ગુજરાત સરકારે સુપ્રિમમાં અરજી કરી હતી.

૨૬ માર્ચ ૨૦૦૩ના રોજ હરેન પંડ્યા મોર્નીગ વોકમાં ગયા હતા ત્યારે અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં તેમની હત્યા કરાઇ હતી. તે સમયે ટ્રાયલ કોર્ટે આતંકવાદ વિરોધી કાયદા હેઠળ દોષિતોને પાંચ વર્ષથી માંડીને ઉમરકેદ સુધીની સજા સંભળાવી હતી. ત્યાર પછી આરોપીઓ ગુજરાત હાઇકોર્ટમાં ગયા હતા જયાં હાઇકોર્ટે ૨૯ ઓગસ્ટ ૨૦૧૧ના દિવસે સેશન્સ કોર્ટનો નિર્ણય રદ કરીને બધા આરોપીઓને છોડી મુકયા હતા. સીબીઆઇએ ૨૦૧૨માં હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમમાં પડકાર્યો હતો.

ન્યાયધિશ અરૂણ મિશ્રાના નેતૃત્વવાળી બેંચે સેન્ટરફોર પબ્લીક ઇન્ટરેસ્ટ લીટીગેશન નામની એનજીઓની જનહિતની આ હત્યાની તપાસ ફરી થી કોર્ટની દેખરેખ હેઠળ કરવામાં આવે તેવી અરજી ફગાવી દીધી હતી. આ અપીલ માટે કોર્ટે તેના પર ૫૦ હજારનો દંડ પણ ફટકાર્યો હતો. અને સુપ્રિમે કહ્યું કે હવે આ કેસમાં નવી કોઇ અરજી પર વિચાર નહીં કરવામાં આવે.

(3:41 pm IST)