Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

મધ્યપ્રદેશમાં ભારે વરસાદ : અનેક સ્થળોએ નદીઓમાં પૂરની સ્થિતિઃ માર્ગો બંધ

રસ્તાઓ બંધ થતા વાહન વ્યવહારને અસરઃ માર્ગોમાં પાણી ફરી વળતા લોકોને બહાર નીકળવું મુશ્કેલ

મધ્યપ્રદેશઃ મધ્યપ્રદેશમાં સતત વરસાદ વરસી રહ્યો છે. કેટલાય સ્થળોએ ભારે વરસાદને કારણે ઘણા સ્થળોએ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. દમોહમાં ભારે વરસાદ બાદ પૂર જેવા સ્થિતિ સર્જાઇ છે. દરેક સ્થળે પાણી જ પાણી જોવા મળ્યું છે. પાણીના કારણે લોકોનું ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે.

તેમજ વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. નદીઓમાં પૂર આવતાં માર્ગો પણ બંધ થઇ ગયા હતા. રસ્તા પર પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

(11:34 am IST)